૨૦૧૬ની ૮મી નવેમ્બરે પીએમ મોદીએ રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની ચલણી નોટો પર પ્રતિબંધ મુકી નોટબંધીની જાહેરાત કર્યા બાજ પણ ગુજરાતમાંથી સતત પ્રતિબંધિત અને ફેક ચલણી નોટો ઝડપાઈ રહી છે. નેશનલ રેકોર્ડ ક્રાઈમ બ્યૂરો મુજબ, ગુજરાતમાં ૧૮ જૂન ૨૦૧૯ સુધીમાં રૂ.૫૦૦ની ૧,૨૬૭ નોટ અને રૂ.૧૦૦૦ની ૧,૧૧૫ નોટો ઝડપાઈ છે. આમ પ્રતિબંધિત નોટો ઝડપાવા મામલે ગુજરાત તમામ રાજ્યોમાં નંબર વન અને ફેક કરન્સી મામલે બીજા નંબરે છે.
ગુજરાત બાદ બીજા નંબરે રહેલા ઉત્તરપ્રદેશમાંથી રૂ.૧૦૦૦ની ૩૨ અને અને રૂ.૫૦૦ની ૨૦૮ નોટો ઝડપાઈ છે. જ્યારે ત્રીજા નંબરે રહેલા પંજાબમાંથી રૂ.૧૦૦૦ની ૪૧ અને અને રૂ.૫૦૦ની ૫૦ નોટો ઝડપાઈ છે, જ્યારે ચોથા નંબર પર રહેલા પશ્ચિમ બંગાળમાંથી રૂ.૫૦૦ની ૧૧૩ નોટો અને પાંચમાં ક્રમે રહેલા દિલ્હીમાંથી રૂ.૫૦૦ની ૩૨ નોટો, છઠ્ઠા ક્રમે રહેલા મહારાષ્ટ્રમાંથી રૂ.૫૦૦ની ૨૬ નોટો, સાતમા નંબરે રહેલા જમ્મુ અને કાશ્મીરમાંથી રૂ.૫૦૦ની ૧૩ નોટો તથા ૮માં નંબરે રહેલા તેલંગાણામાંથી રૂ.૧૦૦૦ની એક તથા રૂ.૫૦૦ની ૯ નોટો ઝડપાઈ છે.

