સુરત : ઓલપાડ-કીમના મુખ્ય માર્ગો પર ઢોરોનો અડિંગો, વાહન ચાલકોને ભારે હાલાકી

ગુજરાત

કીમના મુખ્ય માર્ગો પર ઢોરોનો અડિંગો જમાવતા ટ્રાફિક અને ગંદકીની સમસ્યાથી સ્થાનિકો અને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે. ઢોર દ્વારા અવાર નવાર વાહન ચાલકો અને રાહદારીઓ પર હુમલો કરવામાં આવે છે, છતાં સ્થાનિક તંત્ર મુક પ્રેક્ષકની ભૂમિકા ભજવી રહ્યું છે.

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમમાં મુખ્ય માર્ગ ઉપર જ્યાં દિન પ્રતિદિન ઢોરના વધી રહેલ ત્રાસ સામે તંત્રના પણ હાથ ટૂંકા પડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. સ્થાનિક તંત્રને અનેકવાર ગ્રામજનો દ્રારા રજુઆત કરવ છતાં રેઢિયાળ ઢોરની સમસ્યાનો ઉકેલ લાવવા માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. તંત્ર પણ ઢોર માલિકોને ફક્ત નોટિસ આપી ને જ ખુશ રહે છે, ત્યારે આ સમસ્યાનો કાયમી નિવેડો આવે તેવી સ્થાનિકોની માંગ કરી રહ્યા છે.