લાંબુ જીવવા અને સારી સેક્સ લાઇફ માટે તમારું સિંગલ સ્ટેટસ આ વર્ષે બદલો

આરોગ્ય

સ્ટેટિસ્ટિક્સ કહે છે કે, પરણેલા લોકો લાંબુ, ખુશહાલ અને આરોગ્યપ્રદ જીવન જીવે છે. જે લોકો પ્રેમમાં હોય છે તે કહે છે કે પ્રેમમાં હોવું સારું અને ખરાબ બન્ને છે. પણ આ બધાને જ કારણે સ્ટ્રેસ થાય છે. સારી મેરેજલાઇફ અને સારા સેક્સ માટે તમારે શાંત અને સ્ટેબલ લગ્ન જીવવની જરૂર છે.

એક નવા સર્વે પ્રમાણે સેક્સલેસ મેરેજીસ કરતા સેક્સ માણતા કપલ્સ વધારે ખુશ હાય છે.  રિસર્ચિસમાં એવું પણ સામે આવ્યું છે કે પુરુષોને તેમની પત્ની પ્રેગ્નન્સી પછી કર્વી અને જાડી વધારે ગમે છે. 94 ટકા માતા અને 57 ટકા પિતાએ કહ્યું કે તેઓ તેમની સેક્સ લાઇફથી સંતુષ્ટ છે. જેમાંથી 57 ટકાએ તો એવું કહ્યું કે, બાળકો આવ્યા પછી સેક્સ વધારે સારું રહે છે.

એક તૃત્યાંશ લોકોએ કહ્યું કે, તેઓ હવે વધારે વાર સેક્સ માણે છે. જ્યારે પાંચમાંથી ચાર કપલ્સે એવું જણાવ્યું કે, હવે તેઓ સેક્સની કોન્ટિટી કરતા ક્વોલિટી પર વધારે ધ્યાન આપે છે.

લગ્ન તમને ખુશ રાખશે :

એકલા, ડિવોર્સ્ડ અને વિધુરો કરતા પરણેલા લોકો તેમના જીવનથી ખુશ હોવાની બે ગણી શક્યતાઓ છે અને ખુશ ન રહેવાની શક્યતાઓ અડધાથી ઓછી છે. એક સ્ટડી કહે છે કે ખુશ રહેવું આવક કરતાં ફેમિલી રિલેશનશિપની ક્વોલિટી પર વધારે આધારિત છે. એટલે પૈસા તમને હંમેશા ખુશ નહીં રાખે. એક સારું લગ્નજીવન ચોક્કસ રાખી શકશે.

તમે માનસિક રીતે સ્વસ્થ રહો છો :

લગ્ન માત્ર તમારી ફિઝીકલ હેલ્થ પર જ ધ્યાન નથી આપતું. આને કારણે લોકોમાં મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ પણ ઓછા થાય છે. અમેરિકામાં થયેલું એક સ્ટડી જણાવે છે કે, લગ્ન પછી મેન્ટલ હેલ્થ નોંધપાત્ર રીતે સારી બને છે જ્યારે ડિવોર્સ પછી તે ખૂબ ખરાબ બને છે. લગ્ન કરવા અને પછી પરણેલા રહેવું બન્ને જેન્ડરના લોકોને હેલ્ધી રાખે છે.