કર્ણાટકના ત્રણ બળવાખોર ધારાસભ્યો સામે વિધાનસભા સ્પીકરે કરી મોટી કાર્યવાહી

મુખ્ય સમાચાર રાજકીય

કર્ણાટકમાં કુમારસ્વામી સરકારના પતન બાદ વિધાનસભા સ્પીકરે બળવાખોર ધારાસભ્યો સામે કાર્યવાહી કરી છે. સ્પીકર રમેશ કુમારે ત્રણ ધારાસભ્યોને અયોગ્ય ઠેરવ્યા છે. જેમાં આર.શંકર, રમેશ જરકોહલી અને મહેશ કુમથલ્લીનું નામ સામેલ છે. સ્પીકરે કહ્યું કે જ્યાં સુધી વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ છે તેઓ ત્યાં સુધી ધારાસભ્ય નહીં રહે.

તેઓ વિધાનસભાના વર્તમાન કાર્યકાળમાં ચૂંટણી પણ નહીં લડી શકે. સ્પીકરે કહ્યું કે કેટલાક અન્ય લોકોની પણ ફરિયાદ તેમને મળી છે. જેના પર તેઓ યોગ્ય સમયે નિર્ણય લેશે. તેના માટે તેમને જુદો જુદો અભ્યાસ કરવો પડશે. મહત્વપૂર્ણ છે કે કર્ણાટક કોંગ્રેસ અને જેડીએસના આશરે 16 જેટલા ધારાસભ્યોએ પાર્ટીના વ્હીપનું ઉલ્લંઘન કર્યું હતુ. અને વિશ્વાસમત સમયે તેઓ ગૃહમાં હાજર રહ્યા ન હતા.