ઈટલીમાં 24 કલાકમાં 97 લોકોના મોત; ઈઝરાયલમાં બહારના પર્યટકો 2 સપ્તાહ દેખરેખ હેઠળ રહેશે

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ઈટલીમાં 24 કલાકમાં 97 લોકોના મોત થયા છે. અહીંયા અત્યાર સુધી મૃતકોની સંખ્યા 463 થઈ ગઈ છે. ચીન બાદ અહીંયા સૌથી વધારે લોકોના મોત થયા છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, દેશમાં સંક્રમણના 7985 કેસ સામે આવી ચુક્યા છે. બીજી બાજુ ઈઝરાયલથી આવેલા તમામ યાત્રિઓને બે સપ્તાહ સુધી ક્વરૈન્ટાઈન(અલગ અલગ) કરવામાં આવશે. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સોમવારે આ અંગેની જાહેરાત કરી હતી. અહીંયા સંક્રમણના 50 કેસની પુષ્ટી કરવામાં આવી છે.

નેતન્યાહૂએ કહ્યું કે, આ એક મુશ્કેલ નિર્ણય છે. પરંતુ, લોકોના હિત માટે જરૂરી છે. ઈઝરાયલે પહેલા ઘણા દેશોમાંથી આવનારા યાત્રિઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે. બુધવારે ઈઝરાયલે ફ્રાન્સ, જર્મની, સ્પેન, ઓસ્ટ્રેલિયા અને સ્વિત્ઝરલેન્ડથી આવનારા યાત્રિઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

એશિયામાં કોરોના વાઈરસનો પ્રભાવ
ભારત
દેશમાં સોમવાર સુધી કોરોના વાઈરસના સંક્રમણના કુલ 47 કેસ સામે આવ્યા છે.

ઈરાન
કોરોના વાઈરસના કારણે ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખોમેનેઈએ ન્યૂ યરની શરૂઆતમાં આપવામાં આવતા વાર્ષિક ભાષણને રદ કરી દીધું છે. અહીંયા અત્યાર સુધી 7161 કેસ સામે આવી ચુક્યા છે,જ્યારે 237 લોકોના મોત થયા છે.