ગુજરાત પોલીસનું નવું ‘નિશાન’, ત્રણ સિંહોની મુદ્રા નીચે સત્યમેવ જયતે સાથે તિરંગો અને અશોક ચક્ર

ગુજરાત મુખ્ય સમાચાર

પોલીસ એકેડેમી કરાઇ ખાતે યોજાયેલી સેરેમોનિયલ પરેડમાં ઉપ રાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુ ગુજરાત પોલીસને ‘પ્રેસિડેન્ટ્સ કલર્સ’ નિશાન એનાયત કર્યો છે. આ સાથે જ ગુજરાત પોલીસને તેનો અલાયદો ધ્વજ અને લોગો મળ્યો છે. મળેલા લોગોમાં ત્રિણ સિંહો કેસરીયા રંગમાં દેખાય છે તેની નીચે સત્યમેવ જયતે લખાયેલું છે. તેની નીચે તિરંગા સાથે પાંદડામાં ઉપર કેસરિયા રંગ બાદમાં સફેદ અને નીચે લીલો રંગ છે. તો વચ્ચે અશોક ચક્ર દેખાય છે. ત્યારબાદ નીચે સેવા, સુરક્ષા અને શાંતિ લખેલું દેખાય છે. છેલ્લે એકદમ નીચે અંગ્રેજીમાં ગુજરાત પોલીસ લખવામાં આવ્યું છે. ગુજરાત પોલીસને મળેલા નવા ચિન્હ, લોગો અને ગુજરાત પોલીસને મળેલા સન્માનથી પોલીસના જુસ્સામાં વધારો થયો છે.
જૂના લોગોમાં અને નવા લોગોમાં શું ફરક છે?
જૂના લોગોમાં પહેલા ઉપર અંગ્રેજીમાં ગુજરાત પોલીસ લખવામાં આવ્યું હતું. ત્યારબાદ ત્રણ સિંહોની મુદ્રા નીચે સફેદ રંગમાં અશોકચક્ર હતું. જ્યારે તેની નીચે સેવા સુરક્ષા અને શાંતિ લખવામં આવ્યું હતું. નીચે ગુજરાતીમાં ગુજરાત પોલીસ લખવામાં આવ્યું હતું. જ્યારે નવા લોગોને આકર્ષક બનાવવામાં આવ્યો છે. પ્રેસિડન્ટ્સ કલર્સ સન્માન ઉમેરાતા લોગોમાં ત્રિંરગો જોવા મળ્યો છે. જે લોગોને ખૂબ જ આકર્ષક બનાવે છે. નવા લોગોમાં નીચે અંગ્રેજીમાં જ ગુજરાત પોલીસ લખવામાં આવ્યું છે આમાં ગુજરાતીમાં ગુજરાત પોલીસ હટાવી લેવાયું છે.