Facebookના 29,000 કર્મચારીઓની Harddrive એકસાથે ચોરી થઇ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

Facebookના આશરે 29,000 કર્મચારીઓની બેન્કિંગ ડેટાથી ભરેલી Unencrypted harddrive ચોરી કીર લેવામાં આવી છે. ચોરે Unencrypted harddriveની ચોરી ફેસબુક કર્મચારીની કારમાંથી કરી હોવાનો મીડિયા રિપોર્ટ છે.આ Unencrypted harddriveમાં ફેસબુકના કર્મચારીઓના બેન્ક એકાઉન્ટ નંબર, સોશિયલ સિક્યોરિટીના છેલ્લા ચાર ડિજીટ, તેમનો પગાર, બોનસ અને ઇક્વિટીથી સંલગ્ન જાણકારી સામેલ હતી. જોકે ચોરી થયેલી harddriveમાં ફેસબુકના યુઝર્સને લગતી કોઇપણ માહિતી ન હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

મીડિયા રિપોર્ટ મુજબ, Facebookએ માહિતી આપી હતી કે, Unencrypted harddriveમાં વર્તમાન અને પૂર્વ કર્મચારીઓનો પર્સનલ Unencrypted Data હતો અને એ તમામ કર્મચારીઓની સચેત કરી દેવામાં આવ્યા છે.

હાર્ડડ્રાઇવમાં એ હજારો કર્મચારીઓની જાણકારી હતી જે 2018થી Facebook સાથે જોડાયા હતા. આ દરમિયાન એવી માહિતી પણ બહાર પડી હતી કે Unencrypted harddrive ચોરી થઇ હોવાની જાણ ફેસબુકને 20 નવેમ્બરના રોજ થઇ હતી અને 29 નવેમ્બરે આ મામલે સ્પષ્ટતા કરવામાં આવી કે harddriveમાં કર્મચારીઓની મહત્વની જાણકારી સ્ટોર કરેલી હતી.

આ સમગ્ર ઘટનામાં આશ્ચર્યની બાબત એ છે કે નાણાકીય માહિતી ધરાવતી આ હાર્ડડ્રાઇવ “અનઇક્રિપ્ટડ” હતી.