કોંગ્રેસના ધારાસભ્ય અને દંડક અશ્વિન કોટવાલ તરફથી ઠાકોર સમાજના અગ્રણી અને રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ કરવાની માંગ સાથે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સમક્ષ અરજી કરવામાં આવી હતી. જોકે, આ અરજીનું અવલોક કર્યા બાદ વિધાનસભાના અધ્યક્ષ તેને ખામીયુક્ત ઠેરવી છે. આ અરજી પ્રાથમિક દૃષ્ટીએ ખામીયુક્ત જણાઈ છે જેમાં ઑથેન્ટિફિકેશનનો અભાવ છે. અધ્યક્ષે સુધારો કરવા માટે કોંગ્રેસને 15 દિવસનો સમય પાઠવી અને નોટિસ આપી છે. આ અરજીનું અવલોકન કર્યા બાદ વિધાનસભા અધ્યક્ષે કોંગ્રેસને નોટિસ ફટકારી છે. આ અરજી પ્રાથમિક દૃષ્ટીએ ખામીયુક્ત જણાઈ છે જેમાં ઑથેન્ટિફિકેશનનો અભાવ છે. આ અરજીના કેટલાક પાનાઓ અને પુરાવાઓ પર સહી ન કરી હોવાથી અધ્યક્ષ તેમાં સુધારો કરવા 15 દિવસનો સમય આપ્યો છે અને અરજી સુધારો કરવા સૂચવ્યું છે.
