હિન્દુઓની પ્રસિદ્ધ ચાર ધામની યાત્રા મંગળવારથી શરૂ થઈ ગઈ છે. ગુરુવારે સવારે કેદારનાથ મંદિરનાં કપાટ ખૂલ્યા હતા. કપાટ ખૂલતા પહેલા પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું. કેદારનાથ મંદિરનાં કપાટ ખૂલવાની તારીખ અને સમય મહાશિવરાત્રીએ નક્કી થાય છે. ઉખામીટના ઓમકારેશ્વર મંદિરના પૂજારી પંચાંગ મુજબ મુહૂર્ત નક્કી કરે છે.
