પુણેની પાસે આવેલા ઉરુલી દેવાચા ગામમાં કપડાંના ગોડાઉનમાં આજે વહેલી સવારે 4 કલાકે આગ લાગી હતી. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે આ દુર્ઘટનામાં 5 મજૂરોના મોત થયા છે. આગની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તેમણે આગ પર કંટ્રોલ મેળવી લીધો હતો. પોલીસ અને પ્રશાસનની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. અહીં રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આગમાં ઘાયલ લોકોને નજીકની સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે.

