બુધવારે વિધાનસભામાં ગોધરામાં ટ્રેનને આગચંપીના તપાસ પંચનો અહેવાલ રજૂ કરાશે

ગુજરાત મુખ્ય સમાચાર રાજકીય

ગુજરાત વિધાનસભામાં બુધવારે ૨૦૦૨ના વર્ષમાં ગોધરા ખાતે સાબરમતી એક્સ્પ્રેસ ટ્રેનના એસ-૬ કોચને આગ લગાડવાના બનાવની તપાસ માટે નિમાયેલા તપાસ પંચનો અહેવાલ ભાગ-૨ અને આ અહેવાલ ઉપર લીધેલા પગલાંની વિગતો ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા રજૂ કરવામાં આવશે. તે ઉપરાંત કેગનો આર્થિક અને મહેસૂલ ક્ષેત્રનો અહેવાલ રજૂ કરાશે.

મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી પ્રસંગે સીએમ વિજય રૂપાણી પ્રસ્તાવ પણ રજૂ કરશે. તાજેતરમાં ગાજેલા ગૌણ સેવા સહિતની ભરતી પરીક્ષાઓમાં થયેલી ગેરરીતિઓ અંગે છેલ્લા દિવસના પ્રસ્તાવમાં ચર્ચા કરાશે.

રાજય સરકારના વિવિધ વિભાગો દ્વારા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને લગતું વિધેયક, સહકારી મંડળી સુધારા વિધેયક અને વ્યવસાયિક ટેકનિકલ કોલેજો અને સંસ્થાનોમાં પ્રવેશ નિયમન અને ફી નિર્ધારણને લગતું સુધારા વિધેયક પણ રજૂ કરવામાં આવશે.