કોરોના ઇફેક્ટ: ઈરાનમાં 54 હજારથી વધુ કેદીઓને મુક્ત કરાયા

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

કોરોનાના કહેરથી બચવા ઈરાનમાં 54 હજારથી વધુ કેદીઓને મુક્ત કરાયા. 23 સાંસદોમાં પરીક્ષણ પોઝીટીવ આવ્યા. ચીન પછી ઈરાનમાં કોરોના વાઈરસથી સૌથી વધુ કેસ સામે આવ્યા છે. આ ખતરનાકના વધતા જતા જોખમને ધ્યાનમાં રાખી ઈરાને 50 હજારથી વધુ કેદીઓને મુક્ત કર્યા છે અને ઈરાનના 23 સાંસદોમા કોરાનાના રીપોર્ટસ પોઝીટીવ આવ્યા છે. 

વિશ્વના ઘણા દેશોમાં કોરોના વાયરસના વધતા જતા વિનાશ અને તેના ફેલાવાને રોકવાની કવાયત ચાલુ છે. જોકે ઈરાનના ન્યાયતંત્રના પ્રવક્તા ગોલમહસન ઇસ્માઇલીએ કેદીઓની મુક્તિ સંદર્ભે આ વાતને નકારી કાઢી છે તેમનું કહેવું છે કે આ કેદીઓની તપાસ કરવામાં આવી છે અને તેમના નમૂનાઓ નેગેટીવ હોવાનું જણાયું છે. તેઓને અસ્થાયીરૂપે જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે.

ઈરાનમાં જ્યાં કેદીઓની સંખ્યા ખૂબ વધારે છે અને વધારે કેદીઓ ભરેલા છે, ત્યાં કોરોના વાયરસના ચેપને રોકવા માટે આ પગલું અસ્થાયીરૂપે લેવામાં આવ્યું છે. જોકે સિક્યોરિટી પ્રઝનર્સ એટલે કે જે કેદીઓને પાંચ વર્ષ કે તેથી વધુ સજા મળી છે તેમને છોડવામાં આવ્યાં નથી.

 અમદાવાદ-બેંગકોકને સાંકળતી ફ્લાઇટ 29 માર્ચ સુધી કેન્સલ
વિશ્વના અનેક દેશમાં કોરોના વાઇરસ હવે કાળ બનીને કેર વર્તાવી રહ્યો છે. કોરોના વાઇરસના કેરને પગલે અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરોનું સ્ક્રિનિંગ ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત સ્પાઇસ જેટે આગામી 29 માર્ચ સુધી અમદાવાદ-બેંગકોકને સાંકળતી ફ્લાઇટને કેન્સલ કરવાનો નિર્ણય લીધો છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ-બેંગકોકને સાંકળતી સ્પાઇસ જેટની ફ્લાઇટ હવે 29 માર્ચ સુધી બંધ રહેશે. જે મુસાફરોએ અગાઉથી જ આ ફ્લાઇટ માટે બૂકિંગ કરાવી દીધું છે તેમને રીફંડ આપવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. 29 માર્ચ બાદ ફ્લાઇટ જારી રાખવી કે કેમ તેનો નિર્ણય એ સમયની સ્થિતિને આધારે લેવામાં આવશે. બીજી તરફ અમદાવાદ-બેંગકોક વચ્ચેની  અન્ય એક એરલાઇન્સ એરએશિયા પણ તેનું ઓપરેશન થોડા સમય માટે બંધ કરે તેની સંભાવના છે.

હિમાચલમાં આખો પરિવાર નિરીક્ષણ હેઠળ
હિમાચલ પ્રદેશમાં પ્રથમ કોરોના વાઈરસનો એક શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. 32 વર્ષીય બિલાસપુરના રહેવાસીએ કોરોનાની અસર જણાતા સ્વાસ્થય વિભાગનો સંપર્ક કર્યો હતો અને  કોરોનાના લક્ષણ નજરે પડતા શીમલાના એક હોસ્પીટલમાં આઈસોલેશન વોર્ડમાં દાખલ કરાયો છે. તેના પૂરા પરીવારને પણ નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. જોકે આઈજીએમસીના સિનિયર મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડો. જનક રાજે દર્દીમાં કોરોનાના ખાસ લક્ષણો ના હોવાની પુષ્ટી કરી છે. ઉલ્લેખનીય છે કે અધિક મુખ્ય સચિવ આર.ડી.ધિમનએ સચિવાલયમાં અધિકારીઓની એક બેઠક યોજી અને કોરોના વાયરસને લઇને વિભાગને એલર્ટ રહેવા જણાવ્યું હતું. મેડિકલ કોલેજોમાં વેન્ટિલેટર ન હોય તે ખરીદવા સૂચના આપી અને શાળાઓમાં બાળકોને રોગ અંગે જાગૃત કરવા શિક્ષણ વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી. પંચાયતી રાજ વિભાગના અધિકારીઓને પણ 8 માર્ચે યોજાનારી ગ્રામ સભામાં લોકોને કોરોના વિશે માહિતી આપવા જણાવ્યું છે.

કોરોનાગ્રસ્ત દેશો માટો વિશ્વ બેંકે જાહેર કર્યું આટલા અરબ ડોલરનું પેકેજ
દુનિયાના અનેક દેશમાં ફેલાયેલા કોરોના વાયરસ વચ્ચે વિશ્વ બેંકે કોરોનાગ્રસ્ત દેશ માટે 12 અરબ ડોલરનું પેકેજ જાહેર કર્યુ છે. વિશ્વબેંકના અધ્યક્ષ ડેવિડ માલપાસે જણાવ્યુ કે, કોરોના વિરૂદ્ધ લડવા માટે અસરગ્રસ્ત દેશને સહાય કરવામાં આવી છે. જે દેશ પાસે પુરા મેડિકલ સાધન નથી તેમને આ ફંડ આપવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે, કોરોના વાયરસના કારણે દુનિયાભરમાં 3 હજારથી વધારે લોકોના મોત થયા છે. જ્યાકે કે, 90 હજારથી વધારે લોકોને કોરોના વાયરસની અસર છે.  ત્યારે કોરોના વાયરસને અટકાવવા માટે દુનિયાના દેશોમાં સતર્કતા રાખવામાં આવી રહી છે.

શું છે કોરોના વાયરસ ?
ચીનથી શરૂ થયેલા  કેરોના વાયરસ વિશ્વના અનેક દેશોમાં લાયો છે. ત્યારે શું છે કેરોના વાયરસ તેના પર નજર કરીએ તો. આ એક સાર્સ કેટેગરીનો વાયરસ છે. વૈજ્ઞાનિકોએ ન્યૂ કોરાના વાયરસ કે નોવેલ કોરોના વાયરસ નામ આપ્યુ છે. જર્મનીની આંતરરાષ્ટ્રીય લેબમાં રહેલા નમૂનામાં સૌપ્રથમ વખત આ વાયરસની ઓળખ થઇ હતી. વલ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મુજબ સી ફૂડ સાથે આ વાયરસ જોડાયેલો છે. ચીનના હુવેઇ પ્રાંતના વુહાન શહેરમાં આ વાયરસનો સૌપહેલો કેસ નોંધાયો હતો. પાંચ જાન્યુઆરી 2020ના દિવસે ચીનમાં કોરોના વાયરસથી સૌપહેલુ મોત થયુ હતુ. ડબલ્યૂએચઓ આ વાઇરસને વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી તરીકે જાહેર કરવાની તૈયારીમાં છે.