ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે છે તેઓએ મિસ કોલ કોર્પોરેશન આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો અમિત શાહે ઈલેક્ટ્રીકથી ચાલતી બસનું લોકાર્પણ કર્યું હતું તેમજ વૃક્ષ વાવીને વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો ત્યારબાદ જાહેર સમારંભને સંબોધતા અમિત શાહે જણાવ્યું હતું કે કોર્પોરેશનના કાર્યક્રમમાં આવતા મને આનંદ થાય છે આજના ગ્લોબલ વોર્મિંગ અને ક્લાયમેટ ચેન્જની સમસ્યા નિવારવા માટે ભારત દુનિયાને નવો રસ્તો બતાવે એવી વડાપ્રધાન મોદીની ઈચ્છા છે જેને પગલે અમદાવાદમાં પણ દસ લાખ વૃક્ષો વાવવાનું અભિયાન હાથ ધરાયું છે.
ઈલેક્ટ્રીક બસોનું લોકાર્પણ કર્યા બાદ અમિત શાહે જણાવ્યું હતું કે ઈલેક્ટ્રીક બસોને કારણે પ્રદૂષણમાં ઘટાડો થશે તેમજ પેટ્રોલ અને ડીઝલ પુરાવામાં જે સમય જાય છે તેના કરતા ઓછા સમયમાં ઈલેક્ટ્રીક કારની કે બસની બેટરી બદલી શકાશે પ્રદૂષણ ઘટાડવા માટે વડાપ્રધાન મોદીએ પણ પહેલ કરી છે મેં મારા મતવિસ્તારની 3,000 સોસાયટીઓને સોસાયટી પાંચ વૃક્ષો વાવવા માટે પત્ર લખ્યો હતો આ તમામ સોસાયટીઓ એ વૃક્ષો વાવી દીધા છે તેમજ તેની જાણ પણ મારે કાર્યાલયને લેખિતમાં કરી છે.
દૂષણ ઘટાડવા માટે પ્લાસ્ટિકનો નાશ કરવો પણ જરૂરી છે દેશને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે મહિલાઓએ આગળ આવવું પડશે મહિલાઓએ કાપડની થેલીમાં શાક લેવું જોઈએ એક કાપડની થેલી દસ વર્ષ સુધી ચાલે છે અમદાવાદ જિલ્લામાં 24.60 લાખનું વાવેતર થઇ ગયું છે અમિત શાહે મહાત્મા ગાંધીને યાદ કરતા જણાવ્યું હતું કે ગાંધી જયંતિએ દેશના લોકો કોઈ પણ એક સારો સંકલ્પ કરે છે પછી ભલે એ સંકલ્પ નાનો હોય
સરદાર સરોવર યોજના ને યાદ કરતા અમિત શાહે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ નર્મદા ડેમના દરવાજા લગાવવાની મંજૂરી મળી હતી તેઓએ વિજય રૂપાણી તથા નીતિન પટેલ સામે જોઈને કહ્યું હતું કે અમદાવાદના જે તળાવો સુકાઈ ગયા હોય તેને નર્મદાના પાણીથી ભરવા જોઇએ વિજય રૂપાણીએ પણ બેઠા બેઠા મોઢું હલાવીને સમર્થન આપ્યું હતું. નર્મદા યોજનાને સાકાર કરવામાં ત્રણ પેઢીનો સંઘર્ષ હવે દૂર થયો છે.
આ અગાઉ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે પ્રધામંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં ઇલેક્ટ્રીક વાહનોના વપરાશને વેગ આપવા કરેલા આહ્વાનમાં ગુજરાત લીડ લેશે.
અમદાવાદ મહાનગરમાં 10 લાખ વૃક્ષો વાવવાના અભિયાનનું સમાપન અને અમદાવાદ મહાનગરમાં નવી 8 ઇલેટ્રિક બસના લોકાર્પણ કરતા કહ્યું કે આગામી સમયમાં અમદાવાદ મહાનગરમાં 500 ઇલેક્ટ્રિક બસ નાગરિકોની સેવામાં મુકાશે.
મુખ્મંત્રીએ આવા વાહનોના વ્યાપક ઉપયોગ સાથે ગુજરાતને ગ્રીન ક્લીન અને પર્યાવરણ પ્રિય પ્રદૂષણ મુક્ત રાજ્ય બનાવવાનો પણ પુનરોચ્ચાર કર્યો હતો. વિજય રૂપાણીએ કહ્યું કે આવી બસો મેઇક ઈન ઈન્ડિયા એટલેકે સંપૂર્ણ ભારતીય બનાવટની બસો તરીકે પરિવહનમાં મૂકવાનું ગૌરવ ગુજરાતે મેળવ્યું છે.
મુખ્યમંત્રીએ વૃક્ષારોપણ સાથે ગુજરાતે જળ સંચય માટે જે જનભાગીદારી અભિયાન સુજલામ સુફલામ્ થી ઉપાડ્યું છે તેની સફળતા વર્ણવતા કહ્યું કે નદી-નાળા-તળાવોની સફાઈ અને વરસાદી પાણીના સંગ્રહ માટેનું આ અભિયાનથી ગુજરાત દેશનું માર્ગદર્શક બન્યું છે.

