પાકિસ્તાનની ઓકાત લાઈટ બિલ ભરવા જેટલી પણ નથી અને કશ્મીર જોઈએ છે

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

પાકિસ્તાનની ખરાબ હાલત અંગે ભાજપ નેતા બાબુલ સુપ્રિયોએ ટ્વીટ કર્યું કે, લાઈટનું બિલ ભરવાના રૂપિયા નથી અને એમને કશ્મીર જોઈએ છે. બાબુલ સુપ્રિયોએ એક સમાચારને ટ્વીટ કરી જેમાં જણાવવામાં આવ્યું છે કે લાઈટ બિલ ન ભરવાના કારણે પાકિસ્તાનના PM ઈમરાન ખાનની ઑફીસમાંથી વિજળી કટ કરવામાં આવી શકે છે.

સમાચારમાં જણાવવામાં આવ્યું છે કે, એમની ઑફીસમાં 41 લાખ રૂપિયા લાઈટ બિલ બાકી છે. એક પાકિસ્તાની ન્યૂઝ પેપર મુજબ ઈસ્લામાબાદ ઈલેક્ટ્રિક સપ્લાઈ કંપનીએ 28 ઓગસ્ટ ઑફિસમાં નોટીસ મોકલાવી હતી.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં હાલ ફુગાવો ચરમ સીમાએ છે. આતંકને પાળનાર પાકિસ્તાન કંગાળ બની ગયું છે. સ્થિતી એટલી ખરાબ છે કે, ત્યાં ખાવાના પણ ફાંફા પડી ગયા છે. એક તરફ ભારત ચંદ્ર સુધી પહોંચી ગયું ચો બીજી બાજૂ પાકિસ્તાનની જનતા રોટલી માટે ફાંફા મારે છે. સ્થિતી એટલી બધી ખરાબ છે કે, એક રોટલી 30 રૂપિયાની કિંમતે મળે છે.

પાકિસ્તાનને ખરાબ સ્થિતીમાંથી બહાર લાવવા માટે ઈમરાન ખાને IMF પાસેથી દેવું કરવાનું વિચાર્યું છે. પરંતુ દેવા માટે IMFએ સખત શરતો રાખી છે. એ શરતોને ધ્યાનમાં રાખીને સરકારને નવા-નવા ટેક્ષ લગાવવા પડે છે. પોતાની કરતૂતો અને આતંકવાદને પોષણ કરવું એ પણ મહદઅંશે પાકિસ્તાનની ખરાબ સ્થિતીમા માટે જવાબદાર છે.