છબરડો! ધો.12નાં ફિઝિક્સનાં પુસ્તકમાંથી આખેઆખું એક પ્રકરણ જ ગાયબ

ગુજરાત મુખ્ય સમાચાર શૈક્ષણિક

રાજ્યમાં છપાતી પુસ્તકોમાં છબરડા થવા કે કોઇ ભૂલ બહાર આવવી કંઇ નવી વાત નથી. પરંતુ આ વખતે ધોરણ 12 સાયન્સનાં ફીજીક્સનાં પુસ્તકમાંથી આશરે 34 પાનનું એક આખું પ્રકરણ ગાયબ છે. જેને ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળનો ગંભીર છબરડો ગણાવી શકાય.

ગુજરાતી માધ્યમનાં ધોરણ 12ની ફીજીક્સનાં પુસ્તકમાં ચેપ્ટર નંબર 15 કમ્યુનિકેશન સિસ્ટમ આખે આખું જ ગાયબ છે. પાઠયપુસ્તક મંડળના આ છેલ્લા તબક્કાના ગંભીર પ્રકારના છબરડાને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપરાંત શિક્ષકો જ અવઢવમાં મુકાયા છે.

રાજ્ય પાઠયપુસ્તક મંડળે ધોરણ 12 સાયન્સમાં આ વર્ષથી NCERT બેઈઝડ નવા પાઠયપુસ્તકો બનાવવામાં આવ્યાં છે. અંગ્રેજી માધ્યમના પુસ્તકના બંન્ને ભાગના કુલ પાના 558 થાય છે જ્યારે ગુજરાતી માધ્યમના પુસ્તકમાં 34 પાન ઓછાં હોવાથી તેમાં કુલ પાના 524 જ છે.

ગયા વર્ષે પણ હતી ગંભીર ભૂલ

મહત્વનું છે કે ગયા વર્ષે ધોરણ 6નાં સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં રાજ્યના 33 જિલ્લાઓમાંથી પુસ્તકમાં 26 જિલ્લાઓ જ દર્શાવાયા હતાં. બોટાદ, અરવલ્લી, છોટા ઉદેપુર, તાપી, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા જિલ્લા પુસ્તકમાંથી ગાયબ હતાં. સામાજિક વિદ્યાનના પુસ્તકના પેજ નંબર 5,8,13,15 આવેલા વિવિધ વિષય ગુજરાતનાં નક્શામાં 33 માંથી 26 જીલ્લા છાપ્યા ન હતાં.