વડોદરામાં છેલ્લા 24 કલાકમાં 20 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર સ્થિતિ છે. છેલ્લા 8 કલાકથી વરસાદ બંધ છે છતાં પાણી જાણે ઓછું થવાનું નામ લેતું નથી. પાણી ભરાઈ રહેવાને કારણે લોકોની તકલીફોમાં સમય જાય તેમ તેમ વધારો થઈ રહ્યો છે. લોકો દુધ લેવા માટે મોટી કતારોમાં ઊભા રહ્યા છે કારણ કે કેટલીક જ દુકાનો ચાલુ છે. લોકોના ઘરોમાં પણ પાણી ભરાયા છે. આવા સમયે એક PSIદોઢ માસના બાળકને ટોપલામાં લઈ પાણીમાંથી સુરક્ષીત સ્થાને સ્થળાંતર કરી રહ્યા હતા તેવી ઘટના તસવીરમાં કેદ થઈ છે. આ તસવીર જોતાં જ અચાનક વાસુદેવ જ્યારે કૃષ્ણને જન્મ બાદ સુરક્ષીત રાખવા માટે યમુના નદીમાં ઉતરે છે. જોકે તે સમય અલગ હતો જ્યારે આ સમયે કોઈ નદી નહીં પણ વરસાદી પાણીના કારણે PSIને આ જહેમત ઉઠાવવી પડી છે.
શહેરના ફતેગંજ, અલકાપુરી, મકરપુરા સહિત તમામ વિસ્તારોમાં પાણી ભરાયા છે. એનડીઆરએફ પણ લોકોની સેવામાં જોતરાઈ ગઈ છે. અત્યાર સુધી 96 લોકોને ઉગાર્યા છે. વડોદરામાં ઘણા લોકોએ આખી રાત્રી ઓફીસમાં વિતાવી છે અને સવારે ચાલતા ઘરે પહોંચ્યા છે કારણ વાહન ઘર સુધી પહોંચી શકે તેમ ન હોઈ તેમને ચાલતા જવાનો વારો આવ્યો હતો.
