દિલ્હી મામલે અમિત શાહનો દાવો : કેજરીવાલને મરચાં લાગશે, કોંગ્રેસ તો ક્યારેય નહીં સ્વીકારે

મુખ્ય સમાચાર રાજકીય

દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર અભિયાન શાંત થયા બાદ ગૃહપ્રધાન અમિત શાહે દિલ્હીમાં પૂર્ણ બહુમતિથી ભાજપની સરકાર બનાવવાનો દાવો કર્યો. અમિત શાહે ટ્વીટ કરી જણાવ્યું કે ચૂંટણી પ્રચાર દરમ્યાન દિલ્હીના પ્રજાજનો સાથે સંવાદ કરવાનો મોકો મળ્યો, ખોટા વાયદાઓ, તુષ્ટિકરણ અને અરાજકતાથી ત્રસ્ત દિલ્હી હવે ફક્ત વિકાસ ઇચ્છે છે. તેમણે કહ્યું કે લોકોના સમર્થનથી સ્પષ્ટ છે કે 11 ફેબ્રુઆરીના રોજ દિલ્હીમાં 45થી વધુ બેઠકો પર જીત મેળવી ભાજપ જ સરકાર રચવા જઇ રહી છે. ભાજપના નેતાઓનું માનવું છે કે ગૃહપ્રધાન અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની રેલીઓએ જ્યાં દિલ્હીના ચૂંટણી માહોલને બદલવાનું કામ કર્યું. તો બીજી તરફ પીએમ મોદીની રેલીઓ બાદ માહોલ ભાજપના પક્ષમાં બન્યો છે. પીએમ મોદીએ જે રીતે શાહીન બાગ, સર્જીકલ સ્ટ્રાઇક અને બાટલા હાઉસ જેવા મુદ્દાઓ પર ખુલીને પોતાની વાત સામે રાખી તેની લોકો પર ઘણી અસર પડી હોવાનું ભાજપના નેતાઓનું માનવું છે.