છોટાઉદેપુર : LRD ભરતીના મુદ્દે રાઠવા સમાજનું જલદ આંદોલન, બોડેલી સ્ટેશને ટ્રેન રોકી, MP હાઇવે બંધ

ગુજરાત

છોટાઉદેપુરમાં આદિવાસી રાઠવા સમુદાયના યુવાનો દ્વારા એલઆરડી ભરતીના મુદ્દે આંદોલનના માર્ગે ઉતર્યા છે. આજે છોટાઉદેપુર જિલ્લા બંધનું એલાન આપવામાં આવ્યું છે. રાઠવા સમાજના મહત્ત્વના દસ્તાવેજોને લઈને વિવાદ ઉભો થયો છે જેના કારણે બોડેલી રેલવે સ્ટેશન પર છોટાઉદેપુર-વડોદરા જતી ટ્રેન રોકવામાં આવી હતી. યુવાનોએ હથિયારો સાથે રેલવે સ્ટેશન પર આવી અને ટ્રેન રોકવામાં આવી હતી. યુવાનોએ અનેક ઠેકાણે વાહનો સળગાવ્યા હતા. આદિવાસીઓએ જણાવ્યું કે ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ જાણ થવી જોઈએ કે અમે વિરોધ કરી રહ્યા છે. રાઠવા સમાજના યુવાનોને એલઆરડી ભરતીમાં જ્ઞાતિના ખોટા પ્રમાણ પત્રોના કારણે અન્યાય થયા છે. જે લોકો ખોટા આદિજાતિના પ્રમાણ પત્રો મેળવી અને નોકરી મેળવી રહ્યા છે તેના મુદ્દે આદિવાસી સમાજના યુવાનો આંદોલન પર ઉતર્યા છે અને આદિજાતિના પ્રમાણ પત્રોની ચકાસણી કરી અને તેમની ભરતી રદ્દ કરવાની માંગણી કરવામાં આવી છે. જિલ્લાભરમાં ઠેરઠેર ટાયરો સળગાવી અને રોડ રસ્તા બંધ કરવામાં આવ્યા છે. આદિવાસી સમાજના આગેવાનોની માંગણી છે કે કે, રાઠવાની આગળ કોળી શબ્દ રાખવામાં આવ્યો છે. અને તે વહીવટી ભૂલના કારણે બન્યું છે. અને તે ભૂલ સુધારીને રાઠવા સમાજના યુવાનોને નોકરીથી વંચિત ન રાખવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. જોકે કોઇ ન્યાય નહીં મળતા હવે આદિવાસી રાઠવા સમાજે આંદોલનનું સ્વરૂપ ધારણ કર્યું છે. આ મામલે ડાંગના ધારાસભ્ય આજે ગાંધીનગરમાં પહોંચ્યા હતા. ડાંગના ધારાસભ્ય મંગળ ગામિતે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કરી જણાવ્યું કે ‘ જરૂર જણાય તો આપણે આપણા નિશાન તીર કામઠા સાથે ઉતરીશું અને ચૂંટણીમાં ઝંપાલવીશું.