નાગરિકતા કાનૂન પર મચેલા વિવાદ વચ્ચે કેન્દ્રના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે, રાજ્ય સરકારો તેને લાગૂ કરવાનો ઈનકાર કરી શકે નહી. અધિકારીએ જણાવ્યું કે, નાગરિકતા સંશોધન વિધેયક 2019ને લાગૂ કરવાનો ઈનકાર કરવાનો અધિકાર રાજ્યોને નથી કારણ કે આ કાનુન બંધારણની સાતમી અનુસુચીની સંઘ યાદી હેઠળ બનાવવામાં આવી છે.
ગૃહમંત્રાલયના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, રાજ્યોને આવા કોઈ પણ કેન્દ્રીય કાનુનને લાગૂ કરવાનો ઈનકાર કરવાનો અધિકાર નથી જે સંઘ યાદીમાં છે. કુલ 97 આવા વિષય છે જે સાતમી અનુસુચીની સંઘ યાદીમાં છે અને તેના હેઠળ રક્ષા, વિદેશ, રેલવે, નાગરિકતા, જન્મ સંબંધિત અધિકાર વગેરે આવે છે.
નોંધનીય છે કે, આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે પશ્ચિમ બંગાળ, પંજાબ, કેરળ, મધ્યપ્રદેશ અને છત્તીસગઢના મુખ્યમંત્રીઓએ જાહેરાત કરી કે આ અસંવૈધાનિક છે અને તેના સંબંધિત રાજ્યોમાં તેના માટે કોઈ જગ્યા નથી. મહારાષ્ટ્રની ગઠબંધન સરકારના મંત્રીઓની તરફથી પણ તેનો વિરોધ થઈ રહ્યો છે.