સરકાર હવે મકાન ભાડે આપવા અંગે લાવશે નવો કાયદો

મુખ્ય સમાચાર

સરકાર રેરા એક્ટની જોગવાઇઓ સંશોધિત કરી તેને મજબુત કરવાની દિશામાં કામ કરી રહી છે. આ વાત સોમવારે નારેડકોની 15મી નેશનલ કન્વેશન દરમિયાન રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એક્ટ બાબત સંબોધન કરતા આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના સચિવ દુર્ગાશંકર મિશ્રાએ કહી. રેરા એક્ટ સંબધમાં જાણકારી આપતા તેમણે જણાવ્યુ કે સરકાર રેરાના જે પ્રવધાન પર કામ કરે છે.

તેનાથી બધા હિત ધારકોને લાભ થશે.જેમાં ડેવલોપર્સ થી લઇને ઘર ખરીદનાર તમામના લાભો સામીલ હશે. કેન્દ્ર રેંટલ હાઉસિંગ એટલે કે ભાડાના મકાન માટે રાજ્યો માટે નવો કાયદો બનાવિ રહ્યુ છે.મંત્રાલયે આ સંદર્ભે સુચનો પણ મંગાવ્યા છે.અત્યાર સુધી અધિકાંશ કાયદો ભાડુઆતના પક્ષમાં હતો માલિકના નહિ તેના કારણે ઘણા મકાન માલિકો ભાડે આપતા ડરતા હતા.

પરંતુ હવે આ કાયદામાં ફેરફાર થશે.મકાન ભાડે આપવા પર હવે નવા નિયમો આવશે જેમા કરાર ફરજીયાત હશે. હવે મકાન માલિકોને પણ કાનુની સુરક્ષા મળશે.અને ભાડાનુ મકાન આવકનું સાધન ગણાશે.