શાહીનબાગમાં બે મહિનાથી બંધ રસ્તો ફરી ખુલ્યો, હજી એક રસ્તા પર પ્રદર્શનકારીઓનો અડિંગો

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

દિલ્હીમાં સીએએ વિરોધી દેખાવો કરી રહેલા લોકોએ શાહીનબાગમાં બે મહિનાથી બંધ કરી દીધેલા રસ્તાઓ પૈકીનો એક રસ્તો આજે ખુલતા લોકોએ રાહત અનુભવી છે.

નોએડાથી ફરીદાબાદ અને જૈતપુર જનારો રસ્તો ફરી ખુલી ગયો છે. પોલીસે શુક્રવારે આ રસ્તા પરથી બેરિકેડ હટાવી દીધી છે. બીજી તરફ ઓખલા અને સુપર નોવા તરફ જતો રસ્તો પણ ખુલી ગયો છે.

જોક કાલિંદીકુંજનો રસ્તો હજી પણ બંધ છે. પ્રદર્શનકારીઓ નમતુ જોખવા માટે તૈયાર નથી પણ પોલીસે એક જગ્યાએથી બેરિકેડ હટાવીને રસ્તો ખુલ્લો કર્યો છે. જેનાથી હજારો લોકોને રાહત મળી છે.

કાલિંદી કુંજ તરફ જતો રસ્તો હજી બંધ છે. કારણકે તેના પર પ્રદર્શનકારીઓએ તેના પર અડિંગો જમાવી રાખેલો છે. અહીંથી પ્રદર્શનાકરીઓ હટવા માટે તૈયાર નથી.