હિમાચલ પ્રદેશ: અશ્લીલ વિડીયો વાયરલ થતા બીજેપીના બે નેતાઓની હકાલપટ્ટી

મુખ્ય સમાચાર રાજકીય

હિમાચલ પ્રદેશના કૂલ્લુમાં બીજેપીના બે નેતાઓને તેમના અશ્લીલ વિડીયો વાયરલ થયા પછી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કૂલ્લુ જીલ્લામાં પાર્ટીની યુવા શાખાના નેતા અને પદાધિકારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વિડીયોમાં બંને આપત્તિજનક સ્થિતિમાં જોવા મળ્યા હતા. હિમાચલ પ્રદેશ પોલીસે શનિવારે આ મામલે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરતા વિડીયો વાયરલ કરનારને ચેતવ્યા હતા.

માનવામાં આવી રહ્યું છે કે બંને નેતાઓ સાથે મળીને વિડીયો બનાવ્યો હતો, જે બીજેવાયએમ નેતાની પત્નીના હાથે લાગી ગયો હતો. આ વિડીયો એ મહિલાએ તેના પતિને વોટ્સએપ પર મોકલ્યો હતો. આ સિવાય એક ઓડિયો ટેપ પણ વાયરલ થઇ હતી જેમાં નેતાની પત્ની પેલી મહિલાને તેના પતિથી દુર રહેવાનું જણાવતી હતી.
પ્રદેશ ભાજપ ઉપ અધ્યક્ષ મુજબ બંને નેતાએ કૂલ્લુ જીલ્લાની ભાજપ શાખા અને યુવા શાખા સાથે જોડાયેલા હતા. કૂલ્લુ પોલીસના જણાવ્યા મુજબ વિડીયોમાં હાજર મહિલાએ આ મામલે ફરિયાદ નોંધી હતી.

જીલ્લા પોલીસે ચેતવણી આપી હતી કે, વિડીયો વાયરલ કરનાર અને આગામી સમયમાં આ વિડીયો જે કોઇ શેર કરશે તેની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ મુજબ આ મામલે નેતાની પત્ની સામેલ હશે તો તેની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે.