કોંગ્રેસમાં ‘એક સાંધે તેર તૂટે’ તેવું જોવા મળી રહ્યું છે. પાર્ટી હજી સુધી કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય સંકટમાંથી બહાર આવી શકી નથી ત્યાં ગઇકાલે ગોવામાં 10 ધારાસભ્યોએ પક્ષ છોડી ભાજપમાં જોડાવવાનો નિર્ણય કર્યો.
ગઇકાલે કર્ણાટકના રાજકીય સંકટ વચ્ચે ગોવામાં 15માંથી કોંગ્રેસના 10 ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં અને ભાજપમાં જોડાયાં. ગોવામાં જે 10 ધારાસભ્યો ભાજપમાં જોડાયાં તે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ કાર્યકારી પક્ષ પ્રમુખ જેપી નડ્ડા સાથે મુલાકાત કરશે.
સૂત્રોને મળતી જાણકારી મુજબ મુખ્યમંત્રી પ્રમોદ સાંવત અને ભાજપમાં જોડાનારા ધારાસભ્યો ગઇકાલે રાત્રે દિલ્લી જવા રવાના થયા હતા, જ્યાં તેઓ પાર્ટી હાઇકમાન્ડ સાથે મુલાકાત કરશે. ભાજપમાં જોડાયા બાદ ચંદ્રકાંત કાવલેકરે બુધવારે કહ્યું હતું કે ચૂંટણી બાદ સૌથી મોટી પાર્ટી હોવા છતાં અમે સરકાર બનાવી શક્યા નહીં.

