ગુરુવારે પીએમ મોદીએ નીતિ આયોગની પૂનઃરચનાને મંજૂરી આપી દીધી છે. જેમાં કેટલાક નવા સભ્યો સામેલ થઈ ગયા છે. પીએમ મોદી નીતિ આયોગની અધ્યક્ષતા કરશે અને રાજીવ કુમાર ઉપાધ્યક્ષ તરીકે પોતાના પદ પર બન્યા રહેશે. નીતિ આયોગના અન્ય સભ્યોમાં વીકે સારસ્વત, રમેશ ચંદ અને ડૉ. વીકે પૉલનું નામ સામેલ છે. મોદી સરકારના બીજા કાર્યકાળમાં નીતિ આયોગની સંચાલન પરિષદની પહેલી બેઠક 15 જૂને આયોજીત કરવામાં આવશે. આ બેઠકની અધ્યક્ષતા પીએમ મોદી કરશે. આ બેઠકમાં દેશના તમામ રાજ્યયોના મુખ્યમંત્રી, કેન્દ્ર શાસિત પ્રદેશોના લેફ્ટેનેન્ટ ગવર્નર, કેટલાય કેન્દ્રીય મંત્રી અને વરિષ્ઠ સરકારી અધિકરીઓ ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની સંચાલન પરિષદની આ પાંચમી બેઠક થશે. સૂત્રોએ જણાવ્યું કે નીતિ આયોગમાં બેઠક માટે તમામ મુખ્યમંત્રી અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રમુખોનું નિમંત્રણ મોકલવામાં આવ્યું છે. પીએમ મોદીએ પોતાના પહેલા કાર્યકાળમાં મોટો ફેસલો લેતા યોજના આયોગની જગ્યાએ નીતિ આયોગ બનાવ્યું હતું. જેની પહેલી બેઠક આઠ ફેબ્રુઆરી 2015ના રોજ, બીજી 15 જલાઈ 2015ના રોજ, ત્રીજી 23 એપ્રિલ 2017ના રોજ અને ચોથી બેઠક 17 એપ્રિલ 2018ના રોજ થઈ હતી.

