એક વાર ફરીથી અભિનેત્રી અને મોડલ પાયલ રોહતગી સમાચારોમાં છે. આ વખતે પણ કારણ તેમનુ એક ટ્વીટ છે પરંતુ આ વખતે તેમણે પોતાની વાત માટે ટ્વીટર પર માફી માંગી જો કે આના માટે પણ તેમને ઘણી ટીકાઓ સહન કરવી પડી છે, NCPએ પાયલ રોહતગી પર પોલિસમાં ફરિયાદ કરવાની માંગ કરી છે. NCPનું કહેવુ છે કે પાયલે મહારાષ્ટ્રના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે આના માટે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
વાસ્તવમાં પાયલ રોહતગીએ ટ્વીટર પર લખ્યુ હતુ કે છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ શુદ્ર વર્ણમાં ખેડૂત પરિવારમાં થયો હતો અને યજ્ઞોપવિત સંસ્કાર અને પોતાની પત્ની સાથે પુનર્વિવાહ દ્વારા તેમને એક ક્ષત્રિય બનાવવામાં આવ્યા જેથી તેમનો રાજ્યાભિષેક કરી શકાય એટલા માટે લોકો વર્ણમાંથી બીજી વર્ણમાં પોતાની યોગ્યતાના બળે જઈ શકે છે, કોઈ જાતિવાદ નથી?
ત્યારબાદ તો સોશિયલ મીડિયા પર ભૂકંપ આવી ગયો હતો. લોકોએ તેમના પર શિવાજીનું અપમાન કરવાનો આરોપ લગાવી દીધો. લોકોએ પાયલ માટે ઘણી તીખી વાતો સોશિયલ મીડિયા પર લખી. જો કે સોશિયલ મીડિયા પર હોબાળો વધતો જોઈ પાયલ રોહતગીને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેણે પોતાના નિવેદન માટે માફી માંગી લીધી છે.
પાયલે ટ્વીટર પર એક વીડિયો શેર કર્યો જેમાં તેણે કહ્યુ ક મારા સીધા પ્રશ્નને ખોટો સમજવામાં આવ્યો છે. અહીં સુધી કે હું નિશ્ચિત રૂપે એક મહાન રાજાની પૂજા કરુ છુ. મે કંઈક વાંચ્યુ હતુ અને એક માહિતી સામે આવી જેને મે બધાની સામે રાખી હતી પરંતુ સોશિયલ મીડિયા સંપૂર્ણપણે ટ્રોલથી ભરેલુ છે પરંતુ મારો ઈરાદો કોઈને ભાવનાને ઠેસ પહોંચાડવાનો નહોતો, જેને પણ મારી વાતોથી ખોટુ લાગ્યુ હોય હું તેમની હાથ જોડીને માફી માંગુ છુ.

