મહેસાણાના રિસોર્ટમાં કપડા ચેક કરવાના બહાને યુવતી નગ્ન થઈ ગઇ અને પછી ખેલાયો ખેલ…

ગુજરાત મુખ્ય સમાચાર

નવરંગપુરામાં ગાર્મેન્ટના વેપારીને બ્લેકમેઈલ કરી ગોંધી રાખીને યુવતી સહિત સાત સભ્યોની ગેંગએ રૂ..૨.૬૨ લાખની રોક્ડ પડાવ્યાની ફરિયાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં શુક્રવારે નોંધાઈ છે. બે માસ પહેલા ગાર્મેન્ટના વેપારીને કૂર્તિઓ ચેક કરવાના બહાને આશ્રામરોડ પર બોલાવીને મહેસાણા પાસેના રિસોર્ટના રૂમમાં લઈ જઈ યુવતીએ નગ્ન થઈ વેપારીને બાથમાં ભીડયો હતો. વેપારીએ શારીરિક સંબંધ બાંધવાની સ્પષ્ટ ના પાડી પોતાના કપડાં પહેરી લઈ યુવતી સાથે રિસોર્ટમાંથી બહાર આવી ગયો હતો. રિસોર્ટથી એક કિલોમીટર દૂર હાઈવે પર વેપારીની કાર રોકી નંબર પ્લેટની વગરની બે કાર લઈને આવેલા શખ્સોએ માર મારીને વેપારીને દુષ્કર્મનો કેસ કરવાની ધમકી આપી પૈસા પડાવ્યા હતા.

ગોમતીપુરમાં રાજપુર ટોલનાકા પાસે જૈન દેરાસરના ખાંચામાં રહેતાં ગાર્મેન્ટ વેપારી ઈનમઉલ્લાહ કૌફાયતઉલ્લાહ શેખના મોબાઈલ પર ગત તા.૬-૯-૨૦૧૯ના રોજ યુવતીએ હાય લખીને મેસેજ કર્યો હતો. તે પછી સંપર્ક થતાં બંનેએ એસજી હાઈવેના કોફીશોપમાં મળ્યા હતા.ગત તા.૧૭-૯-૨૦૧૯ના રોજ અનુ શાહ નામ આપતી યુવતીએ ઈનમને વોટસએપ કોલ કરી મેં સિલેક્ટ કરેલી કુર્તિઓ આશ્રામરોડ પર લઈ આવી જાવ તેમ કહ્યું હતું. ઈનમ કુર્તિઓ લઈને પહોંચ્યો યુવતી તેની કારમાં બેસી ગઈ હતી. કુર્તિઓ જોવાની જગ્યાએ યુવતીએ ફરવાની ઈચ્છા વ્યક્ત કરતાં બંને મહેસાણા પાસે શંકુ વોટર પાર્ક જવા નીકળ્યા હતા.જ્યાં રસ્તામાં રિસોર્ટ આવતાં યુવતી ત્યાં જવાનું કહ્યું હતું. ઈનમે રિસોર્ટમાં પોતાનું આઈડી બતાવી રૂમ રાખ્યો બંને રૂમમાં ગયા હતા. યુવતી કૂર્તિઓ ચેક કરવાના બહાને ઈનમ સમક્ષ નગ્ન થઈ ગઈ અને તેણે બાથમાં લઈ લીધો હતો.

ઈનમે છૂટવાનો પ્રયાસ કરતાં યુવતીએ હું કહું તેમ કર નહી તો તને ફસાવી દઈશ તેવી ધમકી આપી હતી. ઈનમે તેના કપડાં ઉતાર્યા હતા. જો કે તેણે હટાવી હિંમત કરી શારીરિક સંબંધ બાંધવાની ઈનમે ના પાડી કપડાં પહેરી લેતા બંને બહાર નીકળ્યા હતા. રિસોર્ટથી કિલોમીટર પહોંચ્યા ત્યાં ઈનમની કારની આગળ નંબર પ્લેટ વગરની કાર આવી હતી. જેમાંથી ઉતરેલા ચારમાંથી એક શખ્સે યુવતીના ભાઈ તરીકે ઓળખ આપી હતી.ઈનમને માર મારી કારમાં બેસાડયો હતો. રસ્તામાં નંબર પ્લેટ વેગરની ક્રેટા કાર આવી તેમાંથી ઉતરેલા શખ્સોએ પોલીસની ઓળખ આપી ઝાલા અને દરબાર નામ આપ્યા હતા. તમામે ઈનમને હિન્દુ મુસ્લિમ અને દુષ્કર્મનો કેસ થશે તેવી ધમકી આપી બ્લેકમેઈલ કરી રૂ.૧૦ લાખ માગ્યા હતા. ઈનમે તેના ભાઈને જમીનના સોદા માટે અઢી લાખ લઈને ત્રિમૂર્તિ મંદિર બોલાવ્યો હતો. ઈનમ પાસેના રૂ.૧૨ હજાર અને તેના ભાઈ પાસેના રૂ.અઢી લાખ લઈ આરોપી ફરાર થઈ ગયા હતા.

યુવતીએ રિસોર્ટના રૂમની બારી તરફ ઈશારો કર્યો

ઈનમએ શારીરિક સંબંધ બાંધવાની સ્પષ્ટ ના પાડી દેતાં યુવતીએ રિસોર્ટના રૂમમાંથી બારી તરફ કોઈને ઈશારો કર્યો હતો. બાદમાં ઈનમ સાથે રૂમમાંથી બહાર નીકળી હતી. રિસોર્ટમાં કેટલાક શખ્સો ગેંગમાં સામેલ હોવાની શંકા પોલીસને છે.