મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને સંકટ વધુ ગહેરાયું છે. ભાજપે સરકાર બનાવવાનો ઈનકાર કરી દીધો છે.ભાજપના સિનિયર નેતાઓએ પોતાના સિનિયર નેતાઓની સાથે બેઠક કર્યા બાદ રાજ્યપાલ સાથે મુલાકાત કરી. રાજ્યપાલ સાથે મિટિંગ બાદ ભાજપ નેતા ચંદ્રકાંત પાટિલે કહ્યું કે, શિવસેનાએ જનાદેશનું અપમાન કર્યું છે. અમે સરકાર બનાવવાની સ્થિતીમાં નથી. સેના ઈચ્છે તો કોંગ્રેસ અને NCP સાથે સરકાર બનાવી શકે છે.
ચંદ્રકાંત પાટિલે કહ્યું કે, હાલની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને શિવસેનાએ મળીને ચૂંટણી લડી હતી. જેને રાજ્યની જનતાએ ખૂબ સારો જ જનાદેશ આપ્યો. આ જનાદેશ સરકાર બનાવવા માટે પુરતો હતો. કાલે રાજ્યપાલે સૌથી મોટી પાર્ટી હોવાને નાતે અમને સરકાર બનાવવાનું નિમંત્રણ આપ્યું હતું. પરંતુ જનાદેશનો અનાદર કરતા શિવસેનાએ સરકાર નહી બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી. અમે પણ એકલા હાથે સરકાર બનાવવાની સ્થિતીમાં નથી. અમે રાજ્યપાલને તે સુચિત કરી દીધું છે. શિવસેના ઈચ્છે તો NCP અને કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી શકે છે.