ઉન્નાવ રેપ પીડિતાના અકસ્માત કેસની તપાસ કરવાના મુદ્દે CBIની ટીમ ફોરેન્સિક એક્સપર્ટ સાથે શુક્રવારે ફરિ રાયબરેલીમાં ઘટના સ્થળે પહોંચી. CBI તરફથી જણાવવામાં આવ્યું કે, કેસની તાપસ જલ્દી પૂર્ણ કરવા માટે 20 અધિકારીની એક સ્પેશ્યલ ટીમ બનાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગુરૂવારે આ સમગ્ર ઘટનામાં સુપ્રીમ કોર્ટે સુનવણી કરતા કહ્યું કે, અકસ્માતની તપાસ 7 દિવસની અંદર પૂર્ણ કરવામાં આવે. આ સાથે જ કોર્ટે 5 કેસને દિલ્હી ટ્રાન્સફર કરીને 45 દિવસની ડેડલાઈન નક્કી કરીં હતી.
CBI પ્રવક્તાએ કહ્યું કે, 3 સભ્ય વાળી ટીમ 31 જુલાઇના રોજ ઘટના સ્થળે તપાસ કરવા માટે પહોંચી હતીં. CBIને એ તપાસ કરવાની છે કે, આ દુર્ઘટના છે કે, જાણી જોઈને ટ્રકથી ટક્કર મારવામાં આવી છે. CBIએ દુર્ઘટનાની અલગથી FIR દાખીલ કરી છે, જેમાં કુલદીપ સિંહ સેંગર સહિત ઘણા લોકોના નામ દાખલ કરવામાં આવ્યાં છે.
ગત રવિવારે ટ્રક અને કારના અકસ્માત બાદ ગંભીર રૂપે ઘાયલ થયા બાદ લખનૌની હોસ્પિટલમાં એડમીટ રેપ પીડિતાની તબિયત હવે સારી છે. પીડિતાના પરિવારે ઈચ્છા દર્શાવી કે હાલ લખનૌમાં જ સારવાર કરાવવામાં આવે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે આદેશ આપ્યો કે જેલમાં બંધ પીડિતાના કાકાને તિહાડ જેલમાં ટ્રાન્સફર કરવામાં આવે.
ઉલ્લેખનીય છે કે, 28 જુલાઇ એક કાર અકસ્માતમાં ઉન્નાવ સામુહીક દુષ્કર્મ પીડિતા અને વકીલ ગંભીર રૂપે ઘાયલ થઇ ગયા જ્યારે પીડિતાના કાકી અને માસીનું મોત થયું હતું. પીડિતાના પરિવારે આ ઘટનાને ષડયંત્ર જણાવીને આરોપ લગાવ્યો હતો કે ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરે પોતાના સમર્થકો સાથે મળીને અકસ્માત કરાવ્યો જેથી પીડિતા અને તેની સાથે કેસમાં સંકળાયેલા લોકોને ખત્મ કરી શકે.