અમરનાથ યાત્રા રુટ પર પાકિસ્તાની બનાવટની માઈન્સ મળી, યાત્રીઓ અને પર્યટકોને કાશ્મીર ખાલી કરવાની સલાહ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

શ્રીનગર: ભારતીય સેનાને શુક્રવારે અમરનાથ યાત્રાના માર્ગ પાસે એક આતંકી ઠેકાણા પાસેથી અમેરિકન સ્નાઈપર રાઈફલ અને પાકિસ્તાનમાં બનેલી સુરંગ (લેન્ડમાઈન્સ) મળી આવી છે. જેને લીધે મોટા આતંકી હુમલાની આશંકા વચ્ચે જમ્મુ-કાશ્મીર પ્રશાસને યાત્રીઓ અને પર્યટકોને ઝડપથી પરત ફરવાની અને કાશ્મીર ખીણ વિસ્તાર ખાલી કરવાની સલાહ આપી છે.

જમ્મુ-કાશ્મીર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી એડ્વાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્યમાં મોટા આતંકી હુમલાના ઈનપુટ્સ મળ્યા છે. જમ્મુ-કાશ્મીર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી એડ્વાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્યમાં મોટા આતંકી હુમલાના ઈનપુટ્સ મળ્યા છે. તેથી કાશ્મીરની સુરક્ષા વધારવાના પગલે અમરનાથ યાત્રીઓ અને પર્યટકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખીણ વિસ્તારમાં તાત્કાલિક યાત્રા રોકી દેવામાં આવી છે.

અમરનાથ યાત્રીઓ અને પર્યટકોને સલાહ આપવામાં આવી છે કે, તેઓ શક્ય હોય તેટલા જલદી કાશ્મીર ખીણ વિસ્તાર છોડીને નીકળી જાય. આ યાત્રા 15 ઓગસ્ટ સુધી ચાલવાની હતી પરંતુ હવે તે રોકી દેવામાં આવે છે.

લેફ્ટિનન્ટ જનરલ કેજેએસ ઢિલ્લને જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ કરી

લેફ્ટિનન્ટ જનરલ કેજેએસ ઢિલ્લને જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું છે કે, અત્યાર સુધી અમે જે પણ આતંકીઓને પકડ્યા છે તેમાંથી મોટા ભાગના આઈઈડી એક્સપર્ટ છે. તેમની પાસે મળેલા દારૂગોળાથી સાબીત થાય છે કે, પાકિસ્તાન કાશ્મીરની શાંતિ ભંગ કરવા માંગે છે. જોકે સીમા પર શાંતિ છે. પાકિસ્તાન તરફથી થતી ધૂસણખોરીને અમે નિષ્ફળ બનાવી છે. પકડાયેલા આતંકીઓ પાસેથી પાકિસ્તાન સેના દ્વારા પાથરવામાં આવેલી લેન્ડમાઈનની માહિતી પણ મળી છે. પાકિસ્તાની સેનાના કાશ્મીરમાં આતંકને વધારવાના પ્રયત્નો કોઈ પણ સ્થિતિમાં સહન નહીં કરી શકાય

83 ટકા આતંકી પહેલાં પથ્થરબાજીમાં સામેલ રહ્યા- સેના
લે. જનરલ ઢિલ્લને જણાવ્યું કે, કાશ્મીરમાં આતંકવાદને લઈને થયેલા વિશ્લેષણમાં સામે આવ્યું છે કે, હથિયાર ઉપાડનાર 83 ટકા લોકો એવા છે જેઓ પહેલાં પથ્થરમારાની ઘટનામાં સામેલ હતા. તેથી દરેક માતાને અપીલ છે કે, આજે તમારો દીકરો 500 રૂપિયા માટે સેના ઉપર પથ્થર ફેંકે છે પણ કાલે તે એક આતંકી બની જશે.