દિલ્હીના ફિરોઝશાહ કોટલાનું નામ અરૂણ જેટલી સ્ટેડિયમ કરાશે

મુખ્ય સમાચાર રાજકીય

DDCAએ તેના ભૂતપૂર્વ પ્રમુખ અરૂણ જેટલીનું સન્માન કરવા માટે અરૂણ જેટલીના નામથી ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમનું નામ બદલવાનું નક્કી કર્યું છે. અગાઉની જાહેરાત મુજબ સ્ટેડિયમનું નામ ૧૨ સપ્ટેમ્બરના રોજ એક સમારોહમાં રાખવામાં આવશે.

દિલ્હીના કોટલા ખાતે એક સ્ટેન્ડનું નામ ભારતના કેપ્ટન વિરાટ કોહલીના નામે રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. DDCAના અધ્યક્ષે આ પહેલ અંગે વાત કરતાં કહ્યું હતું કે ‘અરૂણ જેટલીનું સમર્થન અને પ્રોત્સાહન હતું કે વિરાટ કોહલી, વિરેન્દ્ર સેહવાગ, ગૌતમ ગંભીર, આશિષ નેહરા, ઋષભ પંત અને બીજા ઘણા ખેલાડીઓ ભારતને મળી શકે.’ તેમના કાર્યકાળ દરમિયાન આધુનિક સુવિધાઓ આપવાનો શ્રેય અરૂણ જેટલીને જાય છે.