ભાગતી ફરતી ઢબૂડી માતા અચાનક આવી મીડિયા સામે, કર્યા આ ચોંકાવનારા ખુલાસા

ગુજરાત ધર્મદર્શન

ઢબૂડી જેના નામની બહુ ચર્ચા ચાલી છે. ત્યારે વિજ્ઞાન જાથાની તપાસ બાદ ભાગતી ફરતી ઢબૂડી માતા આજે મીડિયા સામે આવી હતી. અને પોતે જાણે પરચાનો ભંડાર હોય તેવી રીતે ખુલાસા કરવા લાગી હતી. ઢબૂડી માતા ઉર્ફે ધનજી ઓડે માથે ચૂંદડી ઓઢીને પોતાનું મોઢું ઢાંકીને ખુલાસા કર્યા. જેમાં તેણે દાવા કર્યા કે પોતે મંદિર વિનાની માતા છે એટલી બધા તેની સામે આંગળી ઉઠાવે છે. મંદિરો સામે કોઇ બોલતુ નથી.

તો ઢબૂડી માતા વિરુદ્ધ એક પિતાએ તેના પુત્રના મોત માટે ઢબૂડી માતા જવાબદાર હોવાની ફરિયાદ કરી છે. જેને લઇને ઢબૂડી માતાએ સ્પષ્ટતા કરી છે કે પોતે ક્યારેય કોઇને દવા બંધ કરવાનું નથી કહ્યું. પત્રકારોના સવાલોના જવાબો આપતા તેણે ચેલેન્જ ફેકી કે તેના દરેક વીડિયો જોઇ લો જેમાં ક્યારેય કોઇને દવા બંધ કરાવવાનું નથી કહ્યું. તો પોતે એવો પણ દાવો કર્યો કે તેને ત્યાં અભણ લોકો નહીં પરંતુ ભણેલા ગણેલા અને મોટા મોટા માથા પણ આવતા.