પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાન 21થી 23 જૂલાઈ અમેરિકાના પ્રવાસે જવાના છે. અમેરિકા-પાકિસ્તાન વચ્ચે તનાવપૂર્ણ સંબંધો વચ્ચે ઈમરાનખાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ સાથે મુલાકાત કરશે. જોકે કંગાળ બની ગયેલા પાકિસ્તાને ખોટા ખર્ચ પર કાપ મુકાવના અભિયાનને પગલે ઈમરાન ખાને એક નવું પગલું ભર્યું છે. પાકિસ્તાની મીડિયાની માહિતી મુજબ ઈમરાન ખાન ચાર્ટર પ્લેનને બદલે કોમર્શિયલ ફ્લાઈટથી અમેરિકા જશે. ઈમરાના ખાન કતાર એરવેઝની ફ્લાઈટથી વોશિંગટન જશે.

