બહુજન સમાજ પાર્ટી (BSP)ની રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીએ ભાઇ અને પાર્ટીન ઉપાધ્યક્ષ આનંદ કુમાર પર આવકવેરા વિભાગની રેડથી રાજનીતિથી પ્રેરિત કાર્યવાહી કહી દીધી છે.
માયાવતીએ શુક્રવારે એટલે કે આજે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મોદી સરકાર પર સરકારી મશીનરીનો દુરપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. માયાવતીએ કહ્યુ કે, ”આ પ્રકારના પગલા લેતા પહેલા ભાજપ સરકારે પોતાનું જોવુ જોઇએ.” ભાજપના નેતાો પર નિશાનો સાધતા BSP પ્રમુખે કહ્યુ કે, ”જો તેઓ વિચારે છે કે તેઓ બહુ ઇમાનદાર છે તો તેમની તપાસ થવી જોઇએ કે રાજનીતિમાં આવતા પહેલા (ભાજપ નેતા) પરિવારની સંપત્તિ કેટલી હતી અને હવે કેટલી છે.”
પોતાના ભાઇ આનંદની બેનામી સંપત્તિઓ જપ્ત થવા પર માયાવતીએ મોદી સરકાર અને ભાજપ પર નિશાનો સાધતા કહ્યુ કે, ”પોતાને હરિશચંદ્ર માનનારી ભાજપ જણાવે કે તેમની પાસે ચૂંટણી દરમિયાન 2 હજાર કરોડ રૂપિયા ક્યાંથી આવ્યા, આ બેનામી સંપત્તિ નથી?”
માયાવતીએ કહ્યુ કે, ”મોદી-શાહની કંપની પાસે મારો સવાલ છે કે ઑફિસ બનાવવા માટે અબજો રૂપિયા ક્યાંથી આવ્યા, શું તે બેનામી નથી?” માયાવતીએ આરોપ લગાવ્યો કે, ”ભાજપે વોટ ખરીદીને અને EVMનો ઉપયોગ કરીને સત્તા મેળવી છે. ભાજપના નેતા રાજનીતિમાં આવ્યા તે પહેલા અને હવે તેમની પાસે કેટલી સંપત્તિ છે તેનો આંકડો આપે.” માયાવતીએ અપીલ કરી કે મારા ભાઇ પર થયેલી કાર્યવાહીમાં ધ્યાન આપવાની જરૂર નથી, પોતાના કામ-ધંધા પર ધ્યાન આપો. RSS-BJPની કંપનીથી ડરવાની જરૂર નથી.
ભાજપ પર કટાક્ષ કરતા માયાવતીએ કહ્યુ કે, ”ભાજપને વંચિતો આગળ વધે તો તકલીફ થાય છે. ભાજપે પોતાની અંદર જોવુ જોઇએ. ચૂંટણી દરમિયાન 2000 કરોડથી વધારે ભાજપના ખાતામાં આવ્યા પરંતુ તેનો કોઇ ખુલાસો નહી, તેની તપાસ કરો.”
ઉલ્લેખનીય છે કે, આવકવેરા વિભાગે ગુરુવારે બેનામી સંપત્તિઓ પર કાર્યવાહી કરીને નોઈડામાં 7 એકરનો એક પ્લોટ જપ્ત કરી લીધો છે. તેની કિંમત રૂ. 400 કરોડ જણાવવામાં આવી રહી છે.

