ચન્દ્રયાન-2ની ટેકનિકલ ખામી દૂર, હવે 22 જુલાઇએ લોન્ચ કરાશે : ઇસરો

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ભારતીય અંતરિક્ષ એજન્સી ઇસરોએ પોતાના જિયોસિન્ક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ માર્ક-3(જીએસએલએવી માર્ક-3 )માં આવેલી ટેકનિકલ ખામીને દૂર કરી લીધી છે. હવે ચન્દ્રયાન-2નું લોન્ચિંગ 22 જુલાઇ બપોરે 2.43 વાગ્યે કરવામાં આવશે. રોકેટની સ્થિતિ અંગે હજુ સુધી કોઇ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.

ઇસરોના અધિકારીઓએ અગાઉ જણાવ્યું હતું કે, ખામીને દૂર કરવામાં આવી છે. અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે, રોકેટ લોન્ચિંગ માટે વિવિધ તારીખો અંગે વિચારણા થઈ રહી છે. લોન્ચની તારીખ 20થી 23 જુલાઇની વચ્ચે હોઇ શકે છે. જો કે હવે લોન્ચિંગ માટે 22 જુલાઇની તારીખ નક્કી કરવામાં આવી છે જેની ઈસરોએ સત્તાવાર જાહેરાત કરી છે.

અગાઉ ચન્દ્રયાન-2નું લોન્ચિંગ સોમવારે પરોઢીયે 2.51 કલાકે થવાનું હતું જો કે લોન્ચિંગના એક કલાક પહેલા ટેક્નિકલ ખામી સર્જાતા મિશનને મોકૂફ રાખવાની ફરજ પડી હતી. ચન્દ્રયાન-2 મિશન દ્વારા ભારત ચન્દ્રની બીજી બાજુએ પહોંચનાર વિશ્વનો ચોથો દેશ બની જશે.