પ્રાંતિજ: હિંમતનગર થી અમદાવાદ ખાતે દોડાવવામાં આવશે રેલ્વે ટ્રેન

ગુજરાત મુખ્ય સમાચાર

હિંમતનગર, પ્રાંતિજ, તલોદ અમદાવાદ સુધીનો રેલ્વે ટ્રેક બ્રોડગેજમાં રૂપાંતરિત કરવામાં આવ્યો છે જેમાં આજે સાબરકાંઠા- અરવલ્લી સાંસદ દિપસિહ રાઠોડ, પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર તથા પૂર્વ કાયદામંત્રી વી ડી ઝાલા, રણજીતસિંહ રાઠોડ દ્વારા રેલ્વે ની મુસાફરી કરી હતી ત્યારે સાંસદ દિપસિહ રાઠોડ હિંમતનગર થી પ્રાંતિજ સુધી મુસાફરી કરી તો પ્રાંતિજ રેલ્વે સ્ટેશન ખાતે સાંસદ દિપસિહ રાઠોડ દ્વારા રેલ્વે ને કુમકુમ તિલક કરી ફુલહાર પૂજા કરવામાં આવી હતી.

પ્રાંતિજ-તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર તથા પૂર્વ કાયદા મંત્રી વીડીઝાલા દ્વારા હિંમતનગર થી તલોદ સુધી મુસાફરી કરી હતી તો આ પ્રસંગે હિંમતનગર ખાતે પણ ભાજપ કાર્યકરો નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં તો પ્રાંતિજ-તલોદ ખાતે શહેરીજનો મોટી સંખ્યામાં રેલ્વે જોવા ઉપસ્થિત રહ્યાં હતાં અને રેલ્વે નું સ્વાગત માટે ઉમટી પડયા હતા.
પ્રાંતિજ ખાતે નગરપાલિકા પ્રમુખ ગીતાબેન પટેલ, પૂર્વ પ્રમુખ અરવિંદભાઇ પરમાર, પૂર્વ પ્રમુખ રતિભાઇ ટેકવાણી, નગરપાલિકા કોર્પોરેટરો દિલીપભાઇ રાવળ, મહેબુબ ભાઇ બલોચ, રાજેશભાઇ ટેકવાણી, ગોવિદસિંહ, જીતેન્દ્રસિંહ સહિત ભાજપ શહેર પ્રમુખ વિજયભાઇ પટેલ, ભાજપ કાર્યકરો આગેવાનો નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં તોઆગામી ડિસેમ્બર સુધીમાં અમદાવાદ ઉદેપુર સુધીની લાઇન શરૂ કરવામા આવશે તેવું સાંસદ દિપસિહ રાઠોડે જણાવ્યું હતું. બે વર્ષ બાદ અદ્યતન સુવિધા યુક્ત રેલ્વે તથા રેલ્વે સ્ટેશન ચાલુ થતાં હાલ તો લોકો માં આનંદ નો માહોલ જોવા મળ્યો હતો .