ભારત 30 અમેરિકન આર્મીડ્રોન ખરીદવાની યોજના પડતી મૂકે તેવી શક્યતા

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

પર્શિયન અખાતમાં થોડા દિવસો પહેલાં ઇરાને અમેરિકાનું ગ્લોબલ હૉક નામનું આર્મી ડ્રોન તોડી પાડયું તે ઘટનાના કારણે ભારત અમેરિકન બનાવટના આર્મી ડ્રોનની ખરીદી અંગે ફેરવિચારણા કરી રહી છે. આ ખરીદી ભારતીય એરફોર્સની આગેવાનીમાં થઇ રહી છે. ડ્રોનની કિંમત અને તેમની સક્ષમતા વિશેના પ્રશ્નો અંગે હાલ વિચારણા ચાલી રહીછે.

ભારતીય સંરક્ષણ ક્ષેત્રની ત્રણેય પાંખોએ છ બિલિયન ડૉલર(આશરે ૪૧. ૪૩અબજ રૂપિયા)ની કિંમતના કુલ ૩૦ ડ્રોન ખરીદવાની તૈયારી અને વાટાઘાટો કરી હતી. જો કે હજુ સંરક્ષણમંત્રીની આ મુદ્દે સંમતિ મળવાની બાકી હતી. પ્રીડટર-બી પ્રકારના ૧૦ આર્મીડ્રોન એરફોર્સ અને આર્મી માટે ખરીદવાની યોજના હતી અને બાકીના ૨૦ ડ્રોન નેવીના લોંગડિસ્ટન્સ સર્વેલન્સ માટે હતા.

સંરક્ષણ વિભાગના કેટલાંક સૂત્રોનું કહેવું છે કે એરફોર્સમાંથી જ આંતરિક રીતે કેટલાંક સવાલો ઉઠાવવામાં આવ્યા છે. પાકિસ્તાના તાબાના કાશ્મીર અને એલ.એ.સી.(લાઇન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ) જેવી જોખમી જગ્યાઓ પરના સર્વેલન્સ નાટે આ ડ્રોન કેટલાં કારગત નીવડે તે અંગેના સવાલો ઉભા થયા છે.

અમેરિકા હાલ આ ડ્રોનનો ઉપયોગ અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ઇરાકઅને સીરિયામાં કરી રહ્યું છે પરંતુ ત્યાંની એરસ્પેસમાં પણ અમેરિકન એરફોર્સના વિમાનો સતત આંટાફેરા કરતા હોય છે તેથી ડ્રોનને રક્ષણ મળે છે પરંતુ પી.ઓ.કે. અને એલ.એ.સી.માં સર્વેલન્સ એ અલગ મુદ્દો છે.

સંરક્ષણ વિભાગના સૂત્રોનું કહેવું છે કે અમેરિકન બનાવટનું શ્રેષ્ઠ કક્ષાનું ગ્લોબલ હૉક ઇરાને તોડીપાડયું તેથી અમેરિકન ડ્રોનની સક્ષમતા પર સવાલો ઉભા થયા છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાશ્મીર અંગે આપેલા નિવેદન અને ડ્રોન સોદા અંગે થઇરહેલી ફેરવિચારણાને કોઇ સંબંધ નથી. આ ઉપરાંત ડ્રોનની ઉંચી કિંમત અને તેને સંબંધિત અન્ય ખર્ચાઓ પણ ફેરવિચારણાનો મુદ્દો છે.