કમલનાથે દરોડા અંગે સવાલમાં મીડિયા સામે જબરો ખેલ કર્યો

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

મધ્ય પ્રદેશમાં આવક વેરા વિભાગે દરોડાનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે પોતાના અંગત સચિવ પ્રવીણ કક્કડના નિવાસ સ્થાને પડેલા દરોડા અંગે સીએમ કમલનાથે પ્રતિક્રિયા આપવાનુ ટાળ્યુ. પત્રકારોએ જ્યારે કમલનાથને દરોડા અંગે સવાલ કર્યા ત્યારે તેમણે ખેડૂતોના દેવા મુદ્દે પ્રતિક્રિયા આપી. અંતે જ્યારે મીડિયા દ્વારા ફરીવાર દરોડા અંગે સવાલ પૂછવામાં આવ્યા ત્યારે તેઓ જવાબ આપ્યા વગર રવાના થયા હતા.