તમિલનાડુના વિરૂધુનગરમાં કોંગ્રેસના કાર્યકરોની ગુડાગર્દી સામે આવી. તમિલનાડુમાં અસ્તવની તલાશમાં રહેલી કોંગ્રેસ હવે પત્રકારો સાથે મારામારી પર ઉતરી આવી છે. વિરૂધુનગરમાં કોંગ્રેસ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. પરંતુ આ રેલીમાં કોઈપણ જોવા મળ્યુ નથી. જેથી રેલીમાં મુકવામા આવેલી તમામ ખુરશી ઓ ખાલી જોવા મળી હતી. આ ખાલી ખુરશીની તસ્વીર ફોટો જર્નાલિસ્ટે લેવાની કોશિશ કરી તો કોંગ્રેસના કાર્યકરોએ તેની સાથે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી કરી હતી. જોકે, કોંગ્રેસના કેટલાક નેતાઓએ દરમ્યાનગીરી કરી પત્રકારને છોડાવ્યો હતો.

