વરુણ ધવનની ગર્લફ્રેન્ડ નતાશાને મારી નાખવાની ધમકી

ફિલ્મ જગત

સેલિબ્રિટી પાછળ તેમના ફેન્સ ગાંડપણની દરેક હદ વટાવી દેતા હોય છે, પરંતુ  વરુણ ધવનના કેસમાં તો જાનથી મારવાની ધમકી સુધી વાત પહોંચી ગઈ છે. સૌ કોઈ આ વાતથી જાણ છે કે વરુણ ધવનની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ છે અને થોડા સમયમાં બંને લગ્ન પણ કરવાના છે. વરુણ પાછળ એક પાગલ ચાહકે નતાશાને રસ્તામાંથી હટાવી દેવાની ધમકી આપી છે.

હાલ વરુણ કલંક ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમ્યાન વરુણની ચાહક તેને મળવા માટે ઘરે પહોંચી ગઈ. જ્યારે સિક્યોરિટી ગાર્ડે તેને મળવાની ના પાડી ત્યારે તે ભડકી ગઈ. વરુણ સાથે મિટિંગ ન થવાને લીધે તે દુઃખી થઈ ગઈ અને ગુસ્સામાં કહ્યું કે આઈ વિલ કિલ નતાશા.