ગુજરાત એટીએસે અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સંયુક્ત રીતે ઓપરેશન હાથે ધરીને માસ્ટર માઈન્ડ અને પેપર લીક કરનારી ગેંગના લીડર વિરેન્દ્ર માથુરને દિલ્હીથી ઝડપી પાડ્યો હતો. વેઈટ લિફ્ટિંગનો શોખીન માથુર નેશનલ સ્પર્ધામાં ભાગ લઈ ચૂક્યો છે અને તેના હાથ નીચે 650 વેઈટ લિફ્ટર તૈયાર થયેલા જે પૈકી 12એ ઈન્ટરનેશનલ અને 200એ નેશનલ મેડલ જીતેલા છે.
ટેક્નિકલ રિસોર્સિસ અને સર્વેલન્સને આધારે દિલ્હીના રોહિણીથી પકડવામાં સફળતા મળી હતી. પકડાયેલા આરોપી વિરેન્દ્રની પ્રાથમિક પુછપરછમાં પેપર લીકમાં અગાઉ ઝડપાયેલો આરોપી વિનય અરોરા અને તેનો સાથે વિનોદ ચિક્કારા તેને પરીક્ષા બે દિવસ પહેલા જ સોલ્વ કરેલા પ્રશ્નપત્ર આપ્યા હતા. તેના બદલામાં વિરેન્દ્રને એક કરોડ આપવાના હતા. વિરેન્દ્રએ પેપર વેચવા માટે મોનુનો સંપર્ક કર્યો હતો. જેણે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પેપર લેવા માંગતા ઉમેદવારોનો સંપર્કો હતા.