પાણીતાણામાં 7 રેન્જનું શેત્રુંજી ડિવિઝન બનશે, CCTVની સુવિધા ઉભી કરાશે

ગુજરાત

સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ જિલ્લા અને ખાસ કરી અમરેલી જિલ્લાના શેત્રુંજી અને દરિયાકાંઠાના વિસ્તારમા સિંહોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. માનવ અને વન્યપ્રાણીઓ વધતા ઘર્ષણના કારણે વનપર્યાવરણ વિભાગ દ્વારા એક અલગ ડિવિઝન ઉભું કરવા માટેની મંજૂરી મળી જતા વનવિભાગના કર્મચારી, ઓફિસરોમા ખુશી જોવા મળી રહી છે. સાથે સાથે સિંહોની સુરક્ષામાં ખૂબ મોટો વધારો થશે. હાલમાં વધતા જતા બનાવને ધ્યાને લઇને વનવિભાગ દ્વારા આધુનિક સુવિધા અને માળખાકીય સુવિધા ઉભી કરવા જઇ રહ્યું છે. શેત્રુંજી ડિવિઝન ખૂબ મહત્વનું બનવા જઇ રહ્યું છે. ત્યારે આ મુખ્ય મથક પાલીતાણા ખાતે બનશે અને તેમની નીચે કુલ 7 રેન્જ અલગથી બનશે. જેમાં કેટલીક હાલની ચાલતી રેન્જમાં સુધારો કર્યો છે. વનવિભાગને આધુનિક સાધનો અને નવા વાહનોની ફાળવણી પણ કરવામા આવશે અને 10 નવી રેસ્ક્યુ ટીમ આવશે. રેસ્ક્યુ ટીમને અલગ અલગ આધુનિક સાધનો મળશે જેના કારણે વનવિભાગ ઝડપથી કાર્યવાહી કરી શકે અને ઝડપથી સિંહોના રેસ્કયુ ઓપરેશન કરી શકે.