દેશમાં નિર્માણ પામેલુ યુદ્ધ વિમાન (LCA) ‘તેજસ’ નૌકાદળમાં સામેલ થવા તૈયાર

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ભારતમાં નિર્માણ પામેલુ વજનમાં હલકુ યુદ્ધ વિમાન તેજસ (LCA)ને નૌકાદળ માટે તૈયાર કરવામાં આવેલુ દેશનું પહેલું અવુ વિમાન બની ગયું છે જેણે સફળતાપૂર્વક અરેસ્ટ લેન્ડિંગ કરી. ભારતીય નૌકાદળ માટે આ મહત્વની સફળતા માનવામાં આવી રહી છે.

અત્યાર સુધીમાં ગણતરીના લડાયક વિમાનો અરેસ્ટ લેન્ડિંગને સફળતાથી પાસ કરી લે છે, જેમાં અમેરિકા, રશિયા, યૂનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ અને તાજેતરમાં જ ચીને પણ આ પ્રકારના યુદ્ધ વિમાનને વિકસાવ્યું છે. ગોવાના દરિયાકિનારે બનેલી ટેસ્ટ ફેસેલિટીમાં આ પરીક્ષણને વારંવાર સફળ થવું સાબિત કરે છે કે LCA-N સૌથી મહત્વની ડિઝાઇન ફિચર કોઇપણ વિમાનવાહક જહાજના ડેક પર અરેસ્ટેડ લેન્ડિંગને વિમાન ઝેલી શકે છે. હવે ભારતના એકમાત્ર ઓપરેશન વિમાનવાહક યુદ્ધ જહાજ INS વિક્રમાદિત્ય પર લેન્ડ કરાવવામાં આવશે.

LCA-Nને મે-જૂન દરમિયાન ગોવા ટેસ્ટ ફેસિલિટીમાં 60 વાર ઉડાન ભરી હતી. વિમાનને INS વિક્રમાદિત્યના ડેક પર પહોંચાડવા માટે LCA-Nના એન્જિનીયર્સ અને પાયલટ પણ આ વાતથી સંતુષ્ટ છે કે વિમાન 7.5 મીટર પ્રતિ સેંકન્ડના સિંક રેટ (નીચે ઉતરવાની ઝડપ)થી ક્ષતિગ્રસ્ત થયા વગર જહાજ પર પહોંચી શકે છે. પ્રોજેક્ટ સાથે જોડાયેલ ટીમને પણ ભરોસો છે કે આ ભારતીય યુદ્ધ વિમાન લેન્ડિંગ સર્ટીફિકેટને મેળવવા માટે સક્ષમ છે.

જો કે આ પ્રોજેક્ટ સાથે એક યાંત્રિક ફેરફાર છે જેમા INS પર લાગેલ અરેસ્ટર ગેયર ડિઝાઇન સિસ્ટમ અને ટેસ્ટ ફેસિલિટીમાં લાગેલી સિસ્ટમની ડિઝાઇન અલગ છે. આ મુદ્દે LCA-N પ્રોજક્ટ ટીમ એવી આશા વ્યક્ત કરી રહ્યા છે કે, આ ફેરફારની પ્રોડેક્ટ પર કોઇ અસર નહી પડે, પરંતુ વિમાન જ્યારે જહાજ પર સફળતાથી લેન્ડિંગ કરશે ત્યારે જ તેને ભરોસાપાત્ર કહી શકાશે.