13,600 કરોડ રૂપિયાના PNB કૌભાંડમાં લંડનની જેલના સળિયા ગણી રહેલા નિરવ મોદીના ભાઈ નેહલ મોદી પર હવે સકંજો કસાયો છે. PNB કૌભાંડનો મુખ્ય આરોપી નીરવ મોદીનાં ભાઈ નેહલ મોદીની સામે ઈન્ટરપોલે રેડકોર્નર નોટિસ જારી કરી દીધી છે. તેની પહેલાં EDએ ઈન્ટરપોલે નેહલની સામે રેડકોર્નર નોટિસ રજૂ કરવાની અપીલ કરી હતી.
PNB ગોટાળા નિરવ મોદી અને મેહુલ ચોક્સીની સાથે નેહલ મોદીની પણ સંડોવણી છે. તેના પર મનિ લોન્ડરિંગ અને પુરાવાના નાશ કરવાનો આરોપ છે. નેહલ મોદી કેટલાક અઠવાડિયા પહેલા જ વિદેશ ફરાર થઈ ગયો છે.
40 વર્ષનો નેહલ હાલમાં બેલ્જીયમની નાગરિકતા ધરાવે છે. અને અમેરિકામાં રહે છે. તેની ઉપર મની લોન્ડરિંગનો આરોપ છે. તેની પર PNB પાસેથી પૈસાને સગેવગે કરવા માટે નીરવ મોદીની મદદ કરવાનો આરોપ છે. તેની સાથે જ તેણે બધા જ પુરાવાઓને પણ નષ્ટ કરી દીધા છે.
EDએ આરોપ લગાવ્યો છેકે, કૌભાંડની જાણ કર્યા બાદ તેણે દુબઈ અને હોંગકોંગમાં રહેતાં દરેક છ નિર્દેશકોનાં સેલફોન બંધ કરાવી દીધા હતા અને તેમની કાહિરા માટે ટિકિટ બુક કરાવી હતી.
હાલમાં નીરવ મોદી ઈંગ્લેન્ડની જેલમાં છે અને લંડનની વેસ્ટમિનસ્ટર કોર્ટમાં તેના પ્રત્યાર્પણની સુનાવણી ચાલી રહી છે. EDએ નીરવ મોદીની 637 કરોડ રૂપિયાની સંપત્તિને જપ્ત કરી છે. આ સંપત્તિઓ ભારત તથા અન્ય ચાર દેશોમાં સ્થિત છે.
જપ્ત કરાયેલી સંપત્તિઓ, આભૂષણ, ફલેટ તથા બેંક બેલેન્સ વગેરે ભારત, બ્રિટન અને ન્યૂયોર્ક જેવી અન્ય જગ્યાઓમાં સ્થિત છે. એવાં બહુ જ ઓછા મામલા છે જેમાં ભારતીય એજન્સીઓએ કોઈ અપરાધિક તપાસ માટે વિદેશની સંપત્તિ જપ્ત કરી હોય.
EDએ કહ્યુકે, સંપત્તિને મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ હેઠળ પાંચ વિભિન્ન આદેશો હેઠળ જપ્ત કરાઈ છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુકે, EDએ આ મામલામાં એક અન્ય આરોપી આદિત્ય નાણાવટીની સામે રેડ કોર્નર નોટિસ રજૂ કરી છે. ઉલ્લેખનીય છેકે, આ મામલામાં મેહુલ ચોક્સી અને નીરવ મોદી મુખ્ય આરોપી છે.
નેહલ મોદીને શોધવા અને તેની ધરપકડ કરવા માટે દુનિયાભરની કાયદાકીય એજન્સીઓને EDએ ધરપકડ કરવા માટે સૂચના આપી દીધી છે.
ઉલ્લેખનીય છે કે નિરવ મોદી હાલ લંડનની જેલમાં બંધ છે. આ મહિનાની 19 તારીખે જ તેની કસ્ટડી પૂરી થઈ રહી છે. PNB કૌભાંડમાં વિદેધ ફરાર થનારાઓની યાદીમાં નિરવ મોદી, મેહુલ ચોક્સી અને નેહલનું પણ નામ સામેલ છે. EDએ કહ્યું છે કે- નેહલ અને તેના પરિવારના અન્ય સભ્યોએ ભાગેડું નિરવ મોદીને મની લોન્ડરિંગ અને પુરાવા નાશ કરવામાં મદદ કરી હતી.

