ચિદમ્બરની એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટની સામે સરન્ડર થવાની અરજી ફગાવાઈ, 19 સપ્ટેમ્બર સુધી જેલમાં રહેશે

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

આઈએનએક્સ મીડિયા ભષ્ટ્રચાર અને મની લોન્ડ્રિંગ મામલામાં તિહાડ જેલમાં બંધ પૂર્વ નાણાં મંત્રી પી.ચિદમ્બરને શુક્રવારે કોર્ટમાંથી વધુ એક ઝટકો મળ્યો છે. તે મની લોન્ડ્રિંગ કેસમાં તપાસ માટે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ(ED)ની સામે સરન્ડરની અરજી લઈને દિલ્હીની સ્પેશિયલ કોર્ટમાં ગયા હતા. જોકે જજ અજય કુમાર કુહારે આ અરજીને ફગાવી દીધી હતી. હાલ કોર્ટમાંથી રાહત ન મળવાને કારણે ચિંદમ્બરમ 19 સપ્ટેમ્બર સુધી તિહાડ જેલમાં જ રહેશે.

ચિદમ્બરની અરજી પર સ્પેશિયલ કોર્ટમાં ગુરૂવારે સુનાવણી થઈ હતી. જયારે ઈડીએ અરજીનો વિરોધ કરતા કહ્યું કે ચિદમ્બર હાલ પણ જેલમાં છે, આ કારણે સબુતોને પ્રભાવિત કરી શકતા નથી. આ મામલામાં 6 અન્ય લોકોની પુછપરછ કરવા માંગીએ છીએ, આ કારણે ચિદમ્બરમને બાદમાં ધરપકડ કરવા માંગી છીએ. તેની પર ચિદમ્બરમના વકીલ કપિલ સિબ્બલે વિરોધ વ્યક્ત કર્યો હતો. બીજી તરફ ભષ્ટ્રચારના મામલમાં ચિદમ્બરમે નિયમિત જામીન માટે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. જેની પર કોર્ટે સીબીઆઈ પાસે 7 દિવસમાં જવાબ માંગ્યો છે.