5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાના સપનાં જોનાર આ ભારત નિકાસને લઈને છેલ્લા 5 વર્ષથી સતત તૂટી રહ્યું છે. દુનિયાને બજાર ખોલવાની શિખામણ આપતું ભારત પોતાના બજારને બંધ કરી રહ્યું છે.
વિકાસદરમાં થઈ રહ્યો છે ઘટાડો
વર્ષ 2000માં આંતરરાષ્ટ્રિય વ્યાપારના ભારતના જીડીપીમાં ભાગીદારી ફક્ત 19 ટકા હતી જે 2011માં વધીને 55 ટકા થઈ હતી. હાલમાં આ આંક 45 ટકા સુધી પહોચ્યો છે. આ જ કારણ છે કે ઘરેલૂ ઉપયોગની સાથે વિદેશ વેપારમાં પણ ઘટાડો થયો છે અને વિકાસ દર 4.5 ટકા સુધી પહોંચ્યો છે.
છેલ્લા પાંચ વર્ષોમાં નિકાસનો દર સતત ઘટ્યો છે
2003થી 2011ની સરખામણીએ 2012-2017ની વચ્ચે ભારતની નિકાસ ઘટી રહી છે. મળતી માહિતી અનુસાર જીડીપીમાં વધારો અને અપેક્ષાકૃત સ્થિર વિદેશી મુદ્રા વિનિમય દરની સાથે પાંચ વર્ષમાં દરેક નિકાસમાં ભારતનો ક્રમ ઘટી રહ્યો છે. 2014 બાદ જીડીપીમાં વધારો પણ શંકાસ્પદ છે.

