મહાગઠબંધનમાંથી હેમંત સોરેન રાજ્યના નવા મુખ્યમંત્રી બને તેવી પૂર્ણ શક્યતાઓ છે. તેઓ આ અગાઉ પણ રાજ્યની ગાદી સંભાળી ચૂક્યા છે. અત્યાર સુધીના વલણોમાં બીજેપી 24 અને કોંગ્રેસ ગઠબંધન 46 બેઠકો પર આગળ છે. વળી, જેવીએમ ત્રણ, આજસૂ ચાર અને અન્ય ચાર પર લીડ કરી રહ્યાં છે.
ઝારખંડમાં સોમવારે વહેલી સવારથી જ વિધાનસભાની 81 બેઠકો માટે પાંચ તબક્કાઓમાં મતગણતરી થઈ રહી છે. શરૂઆતની મતચગણતરીમાં ઝારખંડ મુક્તિ મોર્ચા અને કોંગ્રેસની ગઠબંધન પાર્ટી ભાજપ કરતા આગળ વધી ગઈ હતી પરંતુ હવે બંને પક્ષો લગભગ એક સાથે ચાલી રહ્યા છે. ઝારખંડ વિધાનસભામાં બહુમતી મેળવવા માટે 41 બેઠકો પર વિજય મેળવવો ફરજિયાત છે. હાલમાં કોંગ્રેસ અને જેએમએમની ગઠબંધન પાર્ટી 40 બેઠકો પર જયારે ભાજપ 31 બેઠકો મળી છે.
એક્ઝિટ પોલ્સના આંકડા કહી રહ્યા હતા કે રાજ્યમાં હાલની ભાજપ સરકારને આ ચૂંટણીમાં ભારે ફટકો પડશે અને કોંગ્રેસ તથા ઝારખંડ મુક્તિ મોરચાના ગઠબંધનને સત્તા મળી શકે છે. જોકે, કેટલાક એક્ઝિટ પોલ્સમાં ત્રિશંકુ વિધાનસભાની આગાહી પણ કરવામાં આવી હતી.
નક્સલવાદના ઓછાયા વચ્ચે યોજાયેલી આ ચૂંટણીમાં ભાજપ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓએ પ્રચાર કર્યો હતો. આ ચૂંટણી દરમિયાન નાગરિકતા બિલ સહિતની બાબતો દેશભરમાં ચર્ચામાં આવી હતી. જોકે, સ્થાનિક પરિબળો મતદારોના નિર્ણય પર પ્રભાવી રહ્યાનું મનાય છે.