બોલિવૂડ અભિનેતા પ્રકાશ રાજ પોતાના ટ્વીટ્સના કારણે હંમેશા ચર્ચાઓમાં રહે છે. પ્રકાશ રાજ અવાર-નવાર સમાજના સળગતા મુદ્દાઓ પર પોતાનું મંતવ્ય રજૂ કરતા જોવા મળતા રહે છે. આ વખતે તેમણે નાગરિકતા સુધારણા કાયદા અને એનઆરસીનો વિરોધ કરી રહ્યા છે. તેમણે પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર એક વડિયો પોસ્ટ કર્યો છે.
Mr. PRIME MINISTER..Mr.HOME MINISTER..is this the way you will UNLEASH POWER.. on the CI
TIZENS… Will you KILL US ALL …..#JustAsking #IndiaAgainstCAA_NRC pic.twitter.com/0qHtniUMet
— Prakash Raj (@prakashraaj) December 22, 2019
આ વીડિયોમાં પોલીસ પ્રદર્શન કરી રહેલા લોકો સાથે જે પ્રમાણે ક્રૂરતા સાથે વર્તી રહી છે તે દર્શાવવામાં આવ્યું છે. આ વીડિયો શેર કરીને પ્રકાશ રાજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ પર પ્રહાર કર્યા છે. તેમણે વીડિયો શેર કરતા ટ્વીટ કર્યું કે, ‘મિસ્ટર વડાપ્રધાન અને મિસ્ટર ગૃહમંત્રી, શું આ રીતે તમે સત્તા મેળવશો? શું તમે અમને બધાને મારી નાખશો…?’
પ્રકાશ રાજના આ ટ્વીટ પર વોકો ખૂબ જ કમેન્ટ્સ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. થોડા દિવસ અગાઉ જ એક ટ્વીટ કર્યું હતું. આ ટ્વીટ દ્વારા પણ તેમણે વડાપ્રધાન મોદી પર પ્રહાર કર્યા હતા. ટ્વીટમાં રાજેએ લખ્યું હતું કે, ‘પ્રિય વડાપ્રધાન, રાષ્ટ્રીય રજિસ્ટર્ડ બેરોજગાર, સંકટમાં ઘેરાયેલા ખેડૂતો, અશિક્ષિત બાળકો અને બેઘર ગરીબો… શું આ તમારી પ્રાથમિકતા ન હોવી જોઈએ.’ તેમનું આ ટ્વીટ પણ ખૂબ જ વાયરલ થયું હતું.