ખગોળશાસ્ત્રીઓ પહેલી વાર અવકાશમાં સ્થિત બ્લેક હોલની પહેલી ફોટો દુનિયા સમક્ષ રજૂ કરી છે. બ્રહ્માંડમાં હાજર બ્લેક હોલ સૌથી તાકતવર ગુરુત્વાકર્ષણ બળ ધરાવે છે જે તારાઓને પણ પોતાની અંદર સમાવી લે છે.
ખગોળશાસ્ત્રીઓએ બ્રસેલ્સ, શાંઘાઇ, ટોક્યો, સેન્ટિયાગો, વોશિંગ્ટન અને તાઇપેમાં અલગ-અલગ સમ્મેલનોમાં જણાવ્યું કે, ઘાટ્ટા રંગની આકૃતિ પાછળ નારંગી રંગની ગેસ અને પ્લાઝમા આકાશગંગામાં પાંચ કરોડ પ્રકાશવર્ષ દૂર એક ઘાટ્ટા કાળા રંગનો ગોળો દેખાય છે, જેને M-87કહેવામાં આવે છે.
બ્લેક હોલની ફોટો લેવા માટે જરુરી ડેટાને ઇર્વેન્ટ હોરાઇજન ટેલિસ્કોપની મદદથી એપ્રિલ 2017માં એકત્રિત કરવામાં આવ્યો હતો.
બ્લેક હોલ એવી ખગોળીય શક્તિ છે, જેનું ગુરુત્વાકર્ષણ બળ અપાર અને તાકતવર શક્તિ ધરાવે છે અને તેના ખેંચાણથી બ્રહ્માંડની પકોઇ પણ વસ્તુ બચી શકતી નથી. બ્લેક હોલની ચોતરફ એક સરહદ હોય છે અને તેનુ ઘટવું ક્ષિતિજ તરીકે ઓળખાય છે. જેમાં વસ્તુઓ જઇ શકે છે પરંતુ પાછી ફરી શકતી નથી. તેના આ ગુણધર્મને કારણે તેને બ્લેક હોલ કહેવામાં આવે છે, કારણ કે તે પોતાની પર પડનાર બધા જ પ્રકાશને શોષી લે છે અને તેની સામે કંઇ પ્રતિબિંબ કરતું નથી.