સેક્ટર 26માં આવેલી GIDCમાં આવેલી ત્રણ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. ગાંધીનગર ફાયર ફાઈટરની ટીમ હાલ ઘટના સ્થળે છે. ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગથી નાસભાગ મચી ગઈ હતી. GIDCમાં આવેલી ઈ-વ્હિકલ અને કેમિકલ બનાવતી એમ બે કંપનીમાં એકાએક આગ લાગી હતી. મળતી માહિતી અનુસાર આગની દુર્ધટનામાં અનેક ઈ-વ્હિકલ બળીને ખાખ થયા છે. આગને કાબૂમાં લેવા માટે કડી નગરપાલિકા, ગિફ્ટસિટી, ઈન્ફોસિટી અને ગાંધીનગર મહાનગરપાલિકાના ફાયર ફાઈટરોની ટીમની મદદ લેવાઈ હતી.
