સોનિયા ગાંધીના જમાઈ અને રાહુલ ગાંધીના જીજા રોબર્ટ વાડ્રાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને રાહુલ ગાંધીના વખાણ કર્યા. તેમણે જણાવ્યુ હતુ કે, રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણીમાં દ્રઠસંકલ્પ અને સાહસનો પરિચય આપ્યો છે. ચૂંટણીમાં રાહુલ ગાંધીના નેતૃત્વમાં અમને ઘણું શિખવા મળ્યુ છે. દેશના ૬૫ ટકા યુવાનો રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિશ્વાસ રાખે છે. રાહુલ ગાંધી દેશની જનતા સાથે જોડાયેલા નેતા છે. રોબર્ટ વાડ્રા પહેલા પ્રિયંકા ગાંધીએ પણ રાહુલ ગાંધીના વખાણ કર્યા હતા. પ્રિયંકા ગાંધીએ જણાવ્યુ હતુ કે, રાહુલ ગાંધીએ રાજીનામું આપી સાહસ બતાવ્યુ છે. જેથી રાહુલ ગાંધીના નિર્ણયનું સન્માન કરવુ જોઈએ.

